અંતિમ સંસ્કાર કરીને પણ સાચવી રાખે છે લાશ, આ જનજાતિમાં જોવા મળે છે અજીબ પરંપરાઓ
દુનિયાભરમાં જોવા મળતી વિવિધ જનજાતિના લોકો તેમની પરંપરાઓ સાથે જીવે છે. આવી જ એક જનજાતિ તેના લોકોના અંતિમ સંસ્કાર કરીને તેની લાશ સાચવી રાખે છે. આ જનજાતિના રિવાજો અન્ય જનજાતિ કરતા ઘણા અલગ છે.
ઈન્ડોનેશિયાના તોરાજા જનજાતિના લોકો તેની અનોખી પરંપરા માટે જાણીતા છે. આ જાતિના લોકો તેમના અંગલ લોકોના મૃત્યુ પછી દફનાવતા નથી અને પરંતુ તેમના મૃત શરીરની એક જીવંત વ્યક્તિની જેમ કાળજી લે છે.

ઈન્ડોનેશિયાના દક્ષિણ સુલાવેસીના એક પહાડી વિસ્તારમાં તાના તોરાજા છે જનજાતિના લોકો વસે છે. તોરાજા જનજાતિના લોકો માને છે કે દરેક નિર્જીવ વસ્તુ પછી ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી તેમાં આત્મા હોય છે અને તેનું સન્માન કરવું જોઈએ.
આ જ કારણ છે કે આ જનજાતિના લોકો તેમના મૃત્યુ પછી તરત જ તેમના પ્રિયજનોને દફનાવતા નથી. મોત પછી તે તેમના મૃત્યુ પર એક સરઘસ કાઢે છે અમે રૂપિયા ભેગા કરે છે. આ પછી ઘણા દિવસો પછી અંતિમ સંસ્કાર કરાય છે.
આ લોકો તેમના અંતિમ સંસ્કાર અઠવાડિયા મહિનાઓ અથવા ક્યારેક મૃત્યુ પછીના વર્ષો પછી કરે છે. ત્યાં સુધી તેઓ તે પ્રસંગ માટે પૈસા ભેગા કરે છે. આ સમય દરમિયાન આ લોકો મૃત શરીરને જીવંત વ્યક્તિ માને છે.
તે માને છે કે તે મરી નથી ગયા પણ બીમાર વ્યક્તિ છે. મૃત શરીર પર પેસ્ટ લગાવવામાં આવે છે અને તેને સડવાથી બચાવવા માટે અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને ઘરમાં જ એક ખાસ રૂમમાં રાખવામાં આવે છે.
લાશ બગડે નહીં તે માટે શબને રોજ ધોવામાં આવે છે અને તેના કપડાં બદલવામાં આવે છે. તેને ખોરાક આપવામાં આવે છે અને પદાર્થો લગાવીને સુરક્ષિત રાખવામાં આવે છે. આ લોકો જલસો કરે છે અને આનંદથી મૃત્યુની ઉજવણી કરવામાં આવે છે.
આ જલસામાં લોકો ભેંસથી લઈને ભૂંડ સુધીના દરેક વસ્તુનું બલિદાન આપવામાં આવે છે. વ્યક્તિ જેટલી મોટી અને વધુ પ્રભાવશાળી હોય તેટલા વધુ પ્રાણીઓની કતલ થાય છે. કેટલીકવાર 100 જેટલા ભૂંડ અને 10 ભેંસનું બલિદાન આપવામાં આવે છે. શોભાયાત્રામાં ભાગ લેનાર લોકોને પ્રાણીઓનું માંસ ખવડાવવામાં આવે છે
જલસા પછી મૃતદેહને દફનાવવામાં આવે છે પરંતુ તેની પદ્ધતિ એકદમ વિચિત્ર છે. તે એટલા માટે કારણ કે તેઓ ભૂગર્ભમાં નહીં પરંતુ પર્વતોમાં અથવા ઝાડની અંદર કબરોમાં દફનાવવામાં આવે છે. આ રીતે આ મૃતદેહો નીચે પડવાને બદલે સીધા ઊભા રહે છે. જ્યારે નાના બાળકો મૃત્યુ પામે છે, ત્યારે તેમને પોલા ઝાડની અંદર દફનાવવામાં આવે છે અને બહાર એક દરવાજો મૂકવામાં આવે છે. ત્યાર બાદ દર વર્ષે મૃતકોના મૃતદેહોને બહાર કાઢીને ફરીથી સાફ કરવામાં આવે છે, તેમને નવા કપડા પહેરાવવામાં આવે છે અને પછી ગામની આસપાસ પરેડ કરવામાં આવે છે. આ પ્રથાને માનેને કહેવાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
