રાહ કોની જુવો છો? આજે જ બનાવો ઇંડા પકોડા કરી
જે લોકો નોન વેજ ખાય છે તેમને ઇંડાની કોઇપણ રેસિપી પસંદ આવી જાય છે. જો તમને ઇંડા પસંદ છે અથવા તો તમારા ઘરમાં કોઇને પણ ઇંડા પસંદ હોય તો તમે તેમના માટે ઇંડાના પકોડાના કરી બનાવી શકો છો. એગ પકોડા કરી ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. ઇંડાને બાફેલા બટાકાની સાથે મિશ્ર કરી તેની પકોડી બનાવવામાં આવે છે અને પછી તેને તળીને ગ્રેવી સાથે મિક્સ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ એગ પકોડા બનાવવાની સરળ રીત.

ઇંડા પકોડા કરી
કેટલા: 4 લોકો
તૈયારીનો સમય: 15 મિનિટ
બનાવવાનો સમય: 20 મિનિટ

ઇંડા પકોડા કરી
સામગ્રી
પકોડા માટે: 2 ઇંડા
બાફેલા બટકા: 2 નંગ
બેસન: 2 ચમચી
મીઠું: સ્વાદનુસાર
તેલ: તળવા માટે

કરી માટે
ડુંગળીની પેસ્ટ: 2 ચમચી
આદું-લસણની પેસ્ટ: 2 ચમચી
ટામેટાની પેસ્ટ: 2 ચમચી
જીરું: 1 ચમચી
હળદરનો પાવડર: 1 ચમચી
જીરા પાવડર: 1 ચમચી
ધાણા પાવડર: 1 ચમચી
લાલ મરચાંનો પાવડર: અડધી ચમચી
ગરમ મસાલાનો પાવડર: અડધી ચમચી
ધાણા કાપેલા: 2 ચમચી
મીઠુ સ્વાદનુસાર

રીત
-એક વાટકીમાં ઇંડાને ફોડીને નાખો. તે વાટકીમાં બાફેલા અને મસળેલા બટાકા, સમારેલી ડુંગળી, બેસન અને મીઠું નાખો.
- હવે તે મિશ્રણને સારી રીતે એક કરી દો.
- તવામાં તેલ ગરમ કરો, તેમાં એક ચમચી ઇંડા ને બટાકાની પેસ્ટ નાખો.
- પકોડાને ભૂરા થાય ત્યાં સુધી તળો.
- એકવાર તૈયાર થતાં પકોડા થતાં પકોડાને પ્લેટમાં નિકાળી દો.
- હવે એક તવામાં 2 ચમચી તેલ નાખો, તેમાં જીરું નાખો, પછી ડુંગળીની પેસ્ટ કરી ધીમા તાપે ફ્રાય કરો.

રીત
- હવે આદુ-લસણની પેસ્ટ નાખો અને થોડીવાર સુધી રાંધો.
- ત્યારબાદ ટામેટાની પેસ્ટ, હળદર, લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર, ધાણાનો પાવડર નાખો.
- પછી મીઠું અને ગરમ મસાલાનો પાવડર નાખો.
- ત્યારબાદ અડધો કપ પાણી નાખીને ધીમા તાપે તેને ગાઢ થવા દો.
- ત્યારબાદ પકોડા ધ્યાનપૂર્વક નાખો અને જ્યારે તે સારી રીતે ગ્રેવીમાં સમાઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
- ગાર્નિશ કરવા માટે લીલા ધાણાંનો ઉપયોગ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
