દિલ્હીમાં આપની સફાઇ, કોંગ્રેસ અને ભાજપના કરી દીધા સૂપડા સાફ
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર અરવિંદ કેજરીવાલનું સ્વચ્છ દિલ્હી અભિયાન જાણે તમામ મોટી પાર્ટીઓ પર ભારે પડી ગયું છે. આજે દિલ્હી વિધાનસભાના પરિણામો જાહેર થયા, જેમાં ખુદ અરવિંદ કેજરીવાલ એન્ડ ટીમે પણ આવા પરિણામોની અપેક્ષા ન્હોતી રાખી એવા પરિણામો સામે આવ્યા, અને એક વાર ફરી અરવિંદ કેજરીવાલની ટીમે સૌને અચંબામાં મુકી દીધા.
દિલ્હી વિધાનસભાના પરિણામો સામે આવતા એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના આમ આદમીએ તમામ દિગ્ગસ પાર્ટીઓ પર પોતાનું ઝાડું ફેરવી દીધું છે. આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલ કરતા પણ બેગણી વધારે 67 બેઠકો મળી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર જ જીત નોંધાવી શકી છે, તેમજ કોંગ્રેસ એક બેઠક પર પોતાની જીત નોંધાવી શકી નથી. આ રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીને કોંગ્રેસ મૂક્ત બનાવી દીધું છે.
જીત મળ્યા બાદ કેજરીવાલે શું કહ્યું...
કેજરીવાલે લોકોને જણાવ્યું કે 'મિત્રો આ સત્યની જીત છે. જ્યારે આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે જીત ચોક્કસ મળે છે.' આ દરમિયાન કેજરીવાલે પોતાની પત્ની અને પિતાનો પરિચય લોકો સાથે કરાવ્યો. તેમણે જણાવ્યું કે 'આ મારી પત્ની છે, તેં હંમેશા મારી સાથે આવતા ડરે છે કેમકે તે સરકારમાં કામ કરે છે. તેને ભય હતો કે સરકાર તેની વિરુદ્ધ કાર્ય કરશે. આજે હું તેને ખેંચીને લઇને આવ્યો છું, કે ચલ હવે તારા વિરુદ્ધ કોઇ એક્શન નહી લે. આ મારા પિતાજી છે. જેમનો મારી સાથે આશિર્વાદ છે. પરિવારના સાથ અને આશિર્વાદ વગર હું કોઇ કામ ના કરી શકત. હું એકલો કામ કરી શકું તેમ નથી મને તમારા સમર્થન જરૂર છે.'
હાલમાં દિલ્હીમાં આપના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે. આપના સમર્થકો ઝાડુ અને કેજરીવાલના બેનરો સાથે મતગણતરી બૂથ પર આવી પહોંચ્યા હતા. પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ફટાકડા ફોટી, નાચગાન કરીને પોતાની ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે.
આપની ભવ્ય જીતની ભવ્ય ઉજવણી જુઓ તસવીરોમાં...

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર અરવિંદ કેજરીવાલનું સ્વચ્છ દિલ્હી અભિયાન જાણે તમામ મોટી પાર્ટીઓ પર ભારે પડી ગયું છે.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
દિલ્હી વિધાનસભાના પરિણામો જાહેર થયા, જેમાં ખુદ અરવિંદ કેજરીવાલ એન્ડ ટીમે પણ આવા પરિણામોની અપેક્ષા ન્હોતી રાખી એવા પરિણામો સામે આવ્યા

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
એક વાર ફરી અરવિંદ કેજરીવાલની ટીમે સૌને અચંબામાં મુકી દીધા.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
દિલ્હી વિધાનસભાના પરિણામો સામે આવતા એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના આમ આદમીએ તમામ દિગ્ગસ પાર્ટીઓ પર પોતાનું ઝાડું ફેરવી દીધું છે.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલ કરતા પણ બેગણી વધારે 67 બેઠકો મળી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર જ જીત નોંધાવી શકી છે

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
કેજરીવાલે લોકોને જણાવ્યું કે 'મિત્રો આ સત્યની જીત છે. જ્યારે આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે જીત ચોક્કસ મળે છે.' આ દરમિયાન કેજરીવાલે પોતાની પત્ની અને પિતાનો પરિચય લોકો સાથે કરાવ્યો. તેમણે જણાવ્યું કે 'આ મારી પત્ની છે, તેં હંમેશા મારી સાથે આવતા ડરે છે કેમકે તે સરકારમાં કામ કરે છે.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
હાલમાં દિલ્હીમાં આપના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે. આપના સમર્થકો ઝાડુ અને કેજરીવાલના બેનરો સાથે મતગણતરી બૂથ પર આવી પહોંચ્યા હતા.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની તર્જ પર અરવિંદ કેજરીવાલનું સ્વચ્છ દિલ્હી અભિયાન જાણે તમામ મોટી પાર્ટીઓ પર ભારે પડી ગયું છે

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી
કોંગ્રેસ એક બેઠક પર પોતાની જીત નોંધાવી શકી નથી. આ રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીને કોંગ્રેસ મૂક્ત બનાવી દીધું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
