Diwali 2019: જાણો શું હોય છે ગ્રીન ફટાકડા?
ઈકો ફ્રેન્ડલી દિવાળી માટે આ વખતે ગ્રીન ફટાકડાની વાતો થઈ રહી છે કારણકે આમાં ધૂમાડો ઓછો નીકળે છે, વાતાવરણ પ્રદૂષિત ઓછુ થાય છે.
ઈકો ફ્રેન્ડલી દિવાળી માટે આ વખતે ગ્રીન ફટાકડાની વાતો થઈ રહી છે કારણકે આમાં ધૂમાડો ઓછો નીકળે છે, વાતાવરણ પ્રદૂષિત ઓછુ થાય છે અને અવાજ વધારે નથી હોતો. જેનાથી આંખો અને કામને નુકશાન ઓછુ થાય છે. તમને જણાવી દઈએ કે સામાન્ય ફટાકડામાં વધુ ધૂમાડો નીકળે છે. વળી, તેમના ધમાકાનો અવાજ પણ બહુ હોય છે જે સરકારી માનક ડેસિબલની તુલનામાં ઘણો વધારે હોય છે.

પ્રદૂષણ મુક્ત દિવાળી મનાવો
ડૉક્ટર્સનુ કહેવુ છે કે ફટાકડાનો અવાજ અને પ્રદૂષણ બધાના માટે નુકશાનકારક હોય છે. વધુરોશની અને અવાજવાળા ફટાકડાના કારણે લોકોની આંખમાં અંધતા અને કાનમાં બહેરાશ આવી જાય છે. એવામાં જો આવા ફટાકડા હોય તો આરોગ્ય માટે ઓછા નુકશાનકારક હશે.

ભારતીય રાષ્ટ્રીય પર્યાવરણ અને ઈજનેરી સંશોધન સંસ્થા
એટલા માટે લોકોની સુવિધાઓને ધ્યાનમા રાખીને ફટાકડા નિર્માતા કંપનીઓ દ્વારા બજારમાં ગ્રીન ફટાકડા લાવવાની વાતોથઈ રહી છે. વાસ્તવમાં ગ્રીન ફટાકડાની શોધ ભારતીય રાષ્ટ્રીય પર્યાવરણ અને ઈજનેરી સંશોધન સંસ્થા(નીરી)એ કરી. આ ફટાકડાની ખાસિયત એ છે કે તે ધૂળ લઈ લે છે, સાથે આ ફટાકડાથી થતા ઉત્સર્જનનુ લેવલ પણ ખૂબ જ ઓછુ છે જેનાથી અવાજ પણ કાન ફોડુ નથી. તે આંખોને ઠંડક આપે છે કારણકે તેમાંથી નીકળતો ધૂમાડ઼ો હાનિકારક નથી અને તે બળવા પર 50 ટકા સુધી ઓછુ પ્રદૂષણ કરે છે.

વૉટર મૉલેક્યુલ્સ એટલે કે પાણીના અણુ
આની ખાસ વાત એ પણ છે કે આમાં વૉટર મૉલેક્યુલ્સ એટલે કે પાણીના અણુ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી ધૂળ અને ખતરનાક તત્વોને ઘટાડવામાં મદદ મળશે. આ ફટાકડા ત્રણ પ્રકારના છે.
સેફ વૉટર રિલીઝર (SWAS)
સેફ મિનિમલ એલ્યુમિનિયમ (SAFAL)
સેફ થર્માઈટ ક્રેકર (STAR)
ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ 35% સુધી ઘટે
CSIRનો દાવો છે કે ગ્રીન ફટાકડા દ્વારા ખતરનાક નાઈટ્રસ ઑક્સાઈડ અને સલ્ફર ડાયઑક્સાઈડ સાથે જ નાના નાના કણેના ઉત્સર્જનમાં પણ 30થી 35 ટકાનો ઘટાડો લાવી શકાશે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશ CSIR દ્વારા વિકસિત કરાયેલ નવા ફટાકડાના આ ફોર્મ્યુલાને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન PESO પાસે મોકલવામાં આવી ચૂક્યા છે અને તેને એક વાર PESO મંજૂર કરી દે ત્યારબાદ આ ફટાકડાનુ નિર્માણ ઝડપથી કરવામાં આવી શકાશે જેથી દિવાળીના તહેવાર પર ફટાકડાની માંગ પૂરી કરી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
