મોદીની વિકાસની રાજનીતિ સામે કાબૂ ગુમાવતા કોંગ્રેસીઓ
અમદાવાદ, 5 એપ્રિલ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસી નેતાઓ પોતાના મન પરથી કાબૂ ગુમાવી રહ્યા છે, અને તેઓ મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપી પર મર્યાદા વટાવીને પ્રહારો કરી રહ્યા છે. અને કોંગ્રેસનું હાલમાં એવું વર્તન સામે આવી રહ્યું છે કે તેઓ આખા રાજનૈતિક મેદાનમાં નરેન્દ્ર મોદીને જ પોતાના પ્રતિસ્પર્ધી ગણે છે.
આજે કોંગ્રેસના નેતા અને સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા એવું નિવેદન કરી નાખ્યું કે 'મોદીની ભારતના અન્ય ભાગોમાં પણ એવું કરવાની તો ઇચ્છા નથી ને જે તેમણે ગુજરાતમાં 2002માં કર્યું હતું.' જોકે મનીષ તિવારીએ આ નિવેદન કેટલું સમજી વિચારીને આપ્યું હશે એ તો કોણ જાણે પરંતુ તેમના આ નિવેદનમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીનો 'મોદીભય' ઝળકી રહ્યો છે.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પુસ્તક માટે આર. પી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા અને પોતાના પ્રવચનમાં ગુજરાત અને દેશના વિકાસને લગતા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશના આર્થિક પાસાઓને વિકસાવવા ગુજરાતના ઉદાહરણો પણ બેસાડ્યા. મોદીએ છેલ્લે આર. પી ગુપ્તાએ કહેલા શબ્દોને વાગોળ્યા અને જણાવ્યું કે હમણા ગુપ્તાજીએ કહ્યું કે ''મોદીજીએ ગુજરાતનું ઋણ ચૂકતે કરી દીધું છે હવે તેમને દેશનું ઋણ ચૂકતે કરવાની જરૂર છે. આપણે સૌએ ભારત માતાના ઋણને ચૂકાવવાનો છે માત્ર મોદીને નહીં. માટે આપણે સૌને જ્યારે પણ જ્યાં પણ તક મળે ભારતમાતાના ઋણ ચૂકવવાની તો તેનું ઋણ અદા કરીએ. જેથી આવનાર પેઢીઓ પર કોઇ ઋણ ના રહે.''
મનીષ તિવારીની તર્ક વગરની ટીપ્પણીથી એવું જણાઇ આવે છે કે તેઓની પાસે હવે ચૂંટણી જીતવા માટે કોઇ મુદ્દા નથી બચ્યા માટે તેઓ ભૂતકાળની વાતોને વાગોળ્યા કરે છે. ગાંધીજીની અહિંસા નીતિ પર ચાલતી પાર્ટીના નેતાઓ હવે લોકોમાં ભાજપ દ્વારા રમખાણો ફેલાવાનો ભય ઉભો કરી ભયની રાજનીતિ ખેલી રહી છે. જ્યારે બીજેપી પોતાની વિકાસની રાજનીતિ ખેલી રહી છે. નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી કોંગ્રેલ લીડરો પોતાના મન પરથી કાબૂ ગુમાવી બેઠા છે.
મોદી હાલમાં પોતાની વિકાસની રાજનીતિના કારણે દેશમાં જ નહીં પરંતુ તેઓ વિદેશમાં પણ ફેમશ બન્યા છે. મોદી પોતાના ભાષણોથી યુવાઓનોમાં પણ ભારે ચહિતા બન્યા છે. વિદેશી ડેલિગેટ્સનું તેમને મળવા આવવું એ વિપક્ષી પાર્ટીઓને છાજતું નથી. જેના પગલે ભ્રમિત થઇને વિપક્ષી દળના નેતાઓ તેમના અર્થનો પણ અનર્થ કરે છે. આવા નિવેદનોથી કોંગ્રેસની નૈયા ડૂબતી દેખાઇ રહી છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
