ચાણક્ય નીતિઃ મહિલાઓ આ બાબતોમાં પુરુષોથી પણ હોય છે શ્રેષ્ઠ, નહિ કરી શકાય તેમનો મુકાબલો
ચાણક્ય નીતિ મુજબ મહિલાઓ અમુક બાબતોમાં પુરુષોથી પણ શ્રેષ્ઠ હોય છે. આ બાબતોમાં તેમનો મુકાબલો સંભવ નથી.
આચાર્ય ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર અને રાજ્ય નીતિ જ નહિ પરંતુ મનુષ્યના સામાજિક જીવન, પારિવારિક સંબંધો, મિત્રતા-શત્રુતા, નૈતિકતા વગેરે વિષયો પર પણ પોતાના વિચારો અને સિદ્ધાંતોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને તેને લેખિતમાં શેર કર્યા. તેમની નીતિઓ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ચાણક્યના જણાવ્યા મુજબ મહિલાઓ ઘણી બાબતોમાં પુરુષોથી આગળ રહે છે, જાણો કઈ છે આ વસ્તુઓ...

પુરુષો કરતા ભૂખ બમણી
ચાણક્ય જણાવે છે કે કેટલીક બાબતો એવી હોય છે જેમાં મહિલાઓ પુરૂષો કરતા અનેક ગણી આગળ હોય છે. તે આ રીતે એક શ્લોકમાં તેનો ઉલ્લેખ કરે છે -
स्त्रीणां द्विगुण आहारो लज्जा चापि चतुर्गुणा
साहसं षड्गुणं चैव कामश्चाष्टगुणः स्मृतः ॥
શ્લોકની પ્રથમ પંક્તિમાં ચાણક્યના મત મુજબ સ્ત્રીઓમાં ખાવાની ક્ષમતા એટલે કે ભૂખ પુરૂષો કરતાં બમણી હોય છે કારણ કે તેમને વધુ ઊર્જાની જરૂર હોય છે. તેમની શારીરિક રચના અને કામના ભારણને કારણે તેમને વધુ કેલરીની જરૂર પડે છે. આ સાથે તેઓ કહે છે કે મહિલાઓમાં શરમ અથવા લજ્જા પણ પુરુષો કરતા 4 ગણી વધારે હોય છે.

પુરુષો કરતા વધુ હિંમત અને સહનશીલતા
શ્લોકની બીજી પંક્તિમાં ચાણક્ય કહે છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં 6 ગણી વધુ હિંમત અને સહનશીલતા હોય છે. તેથી જ મહિલાઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ સહન કરવા સક્ષમ હોય છે. તેઓ શક્તિનુ સ્વરૂપ બની જાય છે અને સમસ્યાઓથી ડરવાને બદલે તેઓ તેમનો સામનો કરે છે.

કામેચ્છા વધુ
આ સાથે મહિલાઓમાં પુરુષો કરતા આઠ ગણી વધુ કામેચ્છાઓ હોય છે, પરંતુ સંકોચ અને સહનશીલતા જેવા ગુણોને કારણે તેઓ આ ઈચ્છાઓને કાબૂમાં રાખવામાં સક્ષમ હોય છે. નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતુ નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
