ચૈત્રી નવરાત્રિ વિશેષ: કરો મા અંબાના વિવિધ સ્વરૂપોની પૂજા
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવલા નવરાત્રની જેમ જ ચૈત્રી નવરાત્રિનું પણ હિન્દુ સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. આ નવરાત્રિમાં ભલે માતાના નોરતા એટલ કે ગરબા ના થતા હોય પરંતુ મા અંબાના વિવિધ રૂપોની પૂજા અર્ચના તો એટલી જ શ્રદ્ધા અને લગનથી થાય છે. જોકે ગઇ વખતની જેમ જ આ વખતની ચૈત્રી નવરાત્રિમાં એક નોરતું ઓછું છે. આ વખતની ચૈત્રી નવરાત્રિમાં બીજું અને ત્રીજુ નોરતું એક સાથે આવે છે. માં અંબાના પર્વ નવલી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. જે લોકો પહેલા દિવસે અને છેલ્લા દિવસે વ્રત રાખે છે, તે વ્રત રાખી શકશે.
અમે અમારા આ ખાસ લેખમાં આપને નવ દિવસના નોરતમાં મા અંબાના કયા સ્વરૂપની પૂજા કરવી અને કયા મંત્રના જાપથી તેમને રિઝવી શકશો તેની તમામ માહિતી અહી આપીશું.
પ્રથમ નોરતાનું જાણો મહત્વ અને કરો પૂજા
આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે તેથી આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, તેથી તેમને પ્રથમ દુર્ગા પણ કહેવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. માં શૈલપુત્રીની આરધના માટે ભક્તોએ વિશેષ મંત્રનો જાપ કરવો જોઇએ, જેથી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે. મંત્ર આ છે...
वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।
वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।
નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો ઘરમાં કળશની સ્થાપના કરે છે, જેની સામે આઠ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. માંનું આ અદભૂત સ્વરૂપ છે. જમણા હાથમાં ત્રીશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ લઇને માં પોતાના પુત્રોને આશીર્વાદ આપે છે. શ્વેત અને દિવ્ય રૂપમાં માં વૃષભ પર બેઠા છે. કહેવાય છે કે, સાચા મનથી માંની અર્ચના કરવામાં આવે તો એ તમામ મનોકામના પૂર્ણ કરે છે. શૈલપુત્રીનું રૂપ ઘણું મોહક અને પ્રભાવશાળી છે તેથી આજે જાતકોએ મનથી માંની પૂજા કરવી જોઇએ જેના કારણે આવાનરા તમામ સંકટો માં દૂર કરી દે.
તો જુઓ સ્લાઇડરમાં કેવી રીતે કરશો અન્ય નોરતામાં માતાની ભક્તિ આ ચૈત્રી નવરાત્રિમાં....

Navratri
તમે આ વાતથી અજાણ નહીં હોવ કે બ્રહ્મચારિણીનો અર્થ તપની રાણી એટલે કે તપનું આચરણ કરનાર. તો જે લોકો આ રૂપની પૂજા કરે છે તો તેમને સાધક થવાનો લાભ મળશે. આજના દિવસે માંની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.

Navratri
નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માંનું આ સ્વરૂપ ઘણું જ સુંદર, મોહક અને અલૌકિક છે, ચંદ્ર સમાન સુદંર માંનું આ સ્વરૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે. માંનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.

Navratri
મા કૂષ્માંડાની ઉપાસમનાથી ભક્તોના તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ઉપાસનાથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. સાચા મનથી મા પાસે જે પણ માગો તે જરૂર મળે છે.

Navratri
નવરાત્રિનો પાંચમો દિવસ મા સ્કંદમાતાનો હોય છે. જે ખુબ જ સરસ અને મોહક અને મોક્ષ આપનાર હોય છે. સ્કંદમાતાની સ્તુતિ કરવા માટે નીચે આપેલા મંત્રનો ઉપયોગ કરવો જોઇએ.

Navratri
મા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. માનું આ રૂપ ખુબ જ સરસ અને સૌમ્ય અને મોહક છે. નવરાત્રિના દિવસોમાં માની સાચા મનથી પૂજા કરવી જોઇએ. લોકો ઘટ સ્થાપિત કરીને માની ઉપાસના કરે છે, જેનાથી હંમેશા માની કૃપા ભક્તો પર રહે છે.

Navratri
માંનું સાતમું રૂપ ઘણું જ વિકરાળ છે પરંતુ માંનું આ રૂપ પોતાના ભક્તોની ભલાઇ માટે રાખવામાં આવ્યું છે. માં કાળીને 'શુભંકારી' પણ કહેવાય છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઇને ભાગે છે. તે ગ્રહ-બાધાઓને પણ દૂર કરે છે.

Navratri
મહાઅષ્ટમીના દિવસે મા ગૌરીની પૂજા થાય છે. ખુબ જ સુંદર અને મોહક મા ગૌરીની ઉપાસના કરવાથી જાતકના બધા પાપ ધોવાય જાય છે. મા ગૌરીની ઉપાસના આ શ્લોક દ્વારા કરવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
