Budget 2024 : આઝાદી પહેલા રાજા કેવી રીતે બજેટ રજુ કરતા હતા? કઈંક આવી હતી રીત
Budget 2024 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે.
બજેટની ચર્ચા વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પહેલા પણ રાજા-રજવાડાઓ તેમના બજેટ રજુ કરતા. તે રક્ષા માટે અલગથી બજેટની પણ જોગવાઈઓ કરતા હતા.

આઝાદી પહેલાના બજેટ વિશે વાત કરીએ એ પહેલા એ જાણવુ જરૂરી છે કે બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? જણાવી દઈએ કે બજેટ શબ્દ જૂના ફ્રેન્ચ શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ નાની બેગ થાય છે.
કદાચ તે સમયે પુરી સંપત્તિ નાની કોથળીમાં સમાઈ જતી હશે અથવા તે સમયના મંત્રીઓએ તેમની મહત્વની જાહેરાતો નાની કોથળીમાં લપેટીને લાવતા હશે. તેથી જ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે હવે આ નાની બેગનું સ્થાન સૂટકેસે લઈ લીધું છે, જે બજેટ પહેલા નાણામંત્રીના હાથમાં જોવા મળે છે.
જણાવી દઈએ કે રાજાઓ અને બાદશાહોના સમયમાં પણ બજેટ રજૂ કરવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે અકબરના નવ રત્નોમાંના એક રાજા ટોડર મલને બિનસત્તાવાર રીતે પ્રથમ નાણાં પ્રધાન કહેવામાં આવે છે. એ જમાનામાં કેલેન્ડર અલગ-અલગ હતા, પણ હવેની જેમ એ વખતે પણ જનતા દરબારમાં વર્ષની આવક અને ખર્ચનો હિસાબ રાખવામાં આવતો હતો.
આવા જ એક દરબારમાં અકબરના શાસનકાળના નાણામંત્રી રાજા ટોડરમલ જમીન સુધારણા કાર્યક્રમ લઈને આવ્યા હતા. તે દરમિયાન ટોડરમાલે જમીન માપણીની પહેલ કરી હતી. આવક અને કરવેરાની નવી પદ્ધતિઓની રજૂઆતને કારણે જમીન અને પાકને માપવાની જરૂરિયાત ઊભી થઈ હચી. કારણ કે સદીઓથી અનાજનું ઉત્પાદન આવકનો મહત્ત્વનો સ્ત્રોત રહ્યો છે.
આ ઉપરાંત વિનિમયને બદલે રોકડ વ્યવહારની વ્યવસ્થા માટે શેરશાહ સૂરીના યુગનું નામ પણ લેવામાં આવે છે. પૈસા પણ સુરીની દેણ છે. અગાઉ કોઈપણ પ્રકારના ચાંદીના સિક્કા માટે રૂપિયા શબ્દનો ઉપયોગ થતો હતો. પરંતુ સૂરી સામ્રાજ્યના સમયગાળા દરમિયાન તે ચાંદીના સિક્કા માટે રૂપિયાનો ઉપયોગ થવા લાગ્યો, જેનું વજન 11.53 ગ્રામ હતું.
સુરી સરકાર દરમિયાન મોહુર (169 દાણા) નામનો સોનાનો સિક્કો અને પૈસા નામના તાંબાના સિક્કા પણ બનાવવામાં આવ્યા હતા. સુરી સામ્રાજ્યની સમાન સિક્કા પ્રથા મુઘલો દ્વારા પણ ચાલુ રાખવામાં આવી હતી.
મહારાજાઓના સમયમાં પણ જુદા જુદા ક્ષેત્રો માટે બજેટ નક્કી કરવામાં આવતું હતું. બ્રિટિશ રાજ પહેલા પણ ભારતમાં સંરક્ષણ બાબતો પર મહત્તમ ખર્ચ કરવાની જોગવાઈ હતી.
શેરશાહ સૂરીથી લઈને અકબર અને તેના પછીના બજેટના 40 ટકા સંરક્ષણ ક્ષેત્ર માટે રાખવામાં આવ્યા હતા. કારણ કે તે સમયગાળામાં યુદ્ધની શક્યતાઓ વધુ હતી અને આ ચલણ ભારતની આઝાદી પછી પણ લાંબા સમય સુધી ચાલુ રહ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
