Bra History : દુનિયામાં સૌપ્રથમ વખત બ્રા ક્યાં બનાવાઈ, જાણો કયા મટિરિયલનો ઉપયોગ કરાતો હતો?
આજના સમયમાં બ્રા મહિલાઓમાં પોપ્યુલર છે. તમામ ઉમરની મહિલાઓ તેમની પસંદ પ્રમાણે બ્રા પહેરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે બ્રાનો ઈતિહાસ 500 વર્ષ જુનો છે.
બ્રા મહિલાઓના સામાન્ય જીવનનો એક ભાગ છે પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા પણ નથી. આજે અમે તમને બ્રાની ઉત્પતિથી લઈને અહીં સુધી પહોંચવાની સફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બ્રાનો ઇતિહાસ
બ્રાનો ઈતિહાસ લગભગ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ સમયગાળા દરમિયાન તેના ઘણા નામો બદલાયા છે. ઈતિહાસ મુજબ ઈજિપ્તની મહિલાઓ સદીઓથી બ્રા પહેરતી આવી છે. તે સમયે તે ચામડાની બનેલી બ્રા પહેરતી હતી.
જો કે, મહિલાઓ માટે તેને પહેરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. આ સિવાય ગ્રીક અને યુનાની સભ્યતામાં સાદા બ્રેસ્ટ બેન્ડ પહેરવાનો ઉલ્લેખ છે.
ભારતમાં તેનો ઈતિહાસ બહુ જૂનો નથી. ભારતમાં શરૂઆતથી જ મહિલાઓ પોતાના શરીરને ઢાંકવા માટે સાડીનો ઉપયોગ કરતી આવી છે.
મેટલ કોર્સેટ
કહેવાય છે કે 12મી સદીમાં બ્રાને મેટલ કોર્સેટ દ્વારા બદલવામાં આવી હતી, જે 19મી સદી સુધી ચાલુ રહી. આઓ પછી 1890 ના દાયકા સુધીમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ દ્વારા કાપડની બનેલી કોર્સેટ પહેરવાનું શરૂ થયું. આ જેકેટ્સ જેવી દેખાતી હતી.
આ એટલુ ફીટ હતું કે ડૉક્ટરોએ પણ તેના વિશે ચેતવણી આપી હતી. તેને પહેરવાથી નર્વસનેસ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થતી હતી. આ સ્થિતિમાં 1900 ના દાયકા સુધીમાં તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો.
બ્રા શબ્દની ઉત્પતિ
બ્રા શબ્દનો ઉપયોગ ફ્રાન્સમાંથી આવ્યો છે. બીબીસી કલ્ચરમાં છપાયેલા એક લેખ અનુસાર, પ્રથમ આધુનિક બ્રા ફ્રાન્સમાં બનાવવામાં આવી હતી. તેનું નામ બ્રેસીઅર શબ્દ પરથી આવ્યું છે. આ ફ્રેન્ચ શબ્દ છે. તેનો અર્થ શરીરનો ઉપરનો ભાગ થાય છે.
લાઈફ મેગેઝિન અનુસાર, 30 મે 1869ના રોજ ફ્રાન્સની હર્મિન કેડોલે કોર્સેટના બે ટુકડા કરીને અન્ડરગાર્મેન્ટ્સ બનાવ્યા. આ અંડરગારમેન્ટનું નામ કોર્સલેટ જ્યોર્જ હતું, જેનો ઉપરનો ભાગ પાછળથી બ્રાની જેમ પહેરવામાં અને વેચવામાં આવ્યો. ત્યાર બાદ ઈતિહાસમાં બ્રાના અનેક રૂપ જોવા મળ્ય, આજે પણ તે માત્ર બ્રા તરીકે જ ઓળખાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
