Anant Ambani: 108 કિલો વજન ઘટાડીને ફીટ થયા પછી પણ ફરીથી કેમ વધ્યુ અનંત અંબાણીનુ વજન, આ છે કારણ
Anant Ambani Weight and Health News: ભારતના સૌથી ધનિક પરિવાર અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેની ફિયાન્સ રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રી-વેડિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઈવેન્ટ 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે.
આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓ હાજરી આપશે. અનંત અને રાધિકા આ વર્ષે 12 જુલાઈના રોજ લગ્ન કરશે. આ સિવાય અનંત અંબાણી અવારનવાર પોતાના વધેલા વજનના કારણે ચર્ચામાં રહે છે.

વાસ્તવમાં, 2016માં અનંત અંબાણીએ 18 મહિના સુધી ડાયેટ અને વર્કઆઉટને કારણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ તેનું વજન ફરીથી વધી ગયું, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અનંતનું વજન વધવાનું કારણ શું છે તે અંગે તેની માતા નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો, ચાલો જાણીએ.
આ બીમારીને કારણે અનંતને લેવી પડી હતી સ્ટીરોઇડ્સ
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અનંતને ગંભીર અસ્થમા છે. તેથી અમે તેને ઘણી બધી સ્ટીરોઈડ્સ આપી હતી. જેના કારણે અનંતનું વજન ઘણું વધી ગયું હતું. રિપોર્ટસ અનુસાર, 2014ની આસપાસ અનંતનું વજન 208 કિલો હતું. આ પછી, 2016માં, અનંતના વજન ઘટાડવાના ટ્રાન્સફોર્મેશનને કારણે ઇન્ટરનેટ પર સનસનાટી મચી ગઈ હતી. ત્યારબાદ અનંતે 18 મહિનામાં લગભગ 108 કિલો વજન ઘટાડ્યું હતું.
108 કિલો વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડી
અનંત દરરોજ પાંચ-છ કલાક વર્કઆઉટ કરતો હતો. તે દરરોજ 21 કિમી ચાલતો હતો. તેની દૈનિક કસરતમાં યોગ, વેઈટ લિફ્ટિંગ અને હાઈ ઈન્ટેન્સિટી કાર્ડિયો એક્સરસાઇઝનો સમાવેશ થતો હતો.
આ ડાયેટ કર્યુ ફોલો
અનંતે વજન ઘટાડવા માટે ઝીરો સેવર, હાઈ પ્રોટીન, લો ફેટ અને લો-કાર્બ જેવા ડાયટ ફોલો કર્યા હતા. તે દરરોજ 1200થી 1400 કેલરી લેતો હતો. આ સિવાય તે સ્પ્રાઉટ્સ, લીલા શાકભાજી, કઠોળ અને ડેરી વસ્તુઓ જેવી કે ચીઝ અને દૂધ પર ભાર મૂકતો હતો. તેના આહારમાંથી જંક ફૂડ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.
ફરીથી વધી ગયુ વજન
2020માં, રાધિકા મર્ચન્ટના જન્મદિવસની ઉજવણીની તસવીરોમાં અનંત વધેલા વજન સાથે જોવા મળ્યો હતો. આ પછી ડિસેમ્બર 2022માં ઈશા અંબાણીના ટ્વિન્સના સ્વાગત કાર્યક્રમમાં અનંતનો વધેલા વજન સાથેનો ફોટો વાયરલ થયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની તસવીરોમાં પણ અનંતના વધેલા વજનની ખૂબ ચર્ચા થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
