ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
મંગળ પર મોકલવામાં આવેલા ઉપગ્રહ ઓપોર્ચ્યુનિટીએ પાછલા સપ્તાહે એવી અનેક બાબતોની તપાસ કરી છે જેનાથી એ વાતને સમર્થન મળે છે કે એક સમય મંગળ પર જીવન રહ્યું હશે. સૌર મંડળમાં અન્યત્ર જીવનની સંભાવનાની શોધ માટે વિજ્ઞાનીઓ ધૂળ ભરેલા મેદાનો, વિશાળ પર્વતો અને મંગળની પર્વતમાળાઓથી પણ આગળ જવું પડશે. આ માટે આપણે એસ્ટેરૉયડ બેલ્થી પણ આગળ જઇને તપાસ કરવી પડશે.
આ મથામણ દરમિયાન એક તાજા સમાચાર એવા મળી રહ્યા છે કે સૌર મંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ પર અસલી જીવિત જીવો હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રાતા ગ્રહ કહેવાતા મંગળ પર વૈજ્ઞાનિકો વર્ષો પહેલા મૃત્યુ પામેલા જીવો મળવાની શક્યતાઓ દર્શાવી છે.
અત્યાર સુધી ગુરુના 70 ચંદ્રમા હોવાની વાતના પુરાવા મળી ચૂક્યા છે. તેમાંથી ચાર ચંદ્રમા મુખ્ય છે. લો, કેલિસ્ટો, ગેનીમેડ અને યુરોપા. લો જ્વાળામુખી, ઇકળતા લાવા અને ઝેરી સલ્ફરના ગેસથી ભરેલો ચંદ્રમા છે. કેલિસ્ટો બરફથી ઢંકાયેલો છે. ગેનીમેડ અને યુરોપા પર બરફના વિશાળ પડ જમા છે જેની નીચે પાણીના સમુદ્ર આવેલા છે.
આ કારણે ગેનીમેડ અને યુરોપા પર જીવન હોવાની સંભાવના છે. પૃથ્વી પર સ્થિત દૂરદર્શિયોનો ઉપયોગ કરીને હેન્ડ અને તેમના સાથીઓએ મળીને તાજેતરમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે યુરોપાની મોટા ભાગની સપાટી પર હાઇડ્રોજન પેરોક્સાઇડ મોટા પ્રમાણમાં છે. આથી મંગળની સરખામણીએ અહીં બહુકોષીય જીવો માટે પૂરતી ઉર્જા હોઇ શકે છે.
ગુરુના ચંદ્રમાઓ પર જીવન કયા સ્વરૂપે?
વિજ્ઞાની હેન્ડનું માનવું છે કે અહીંની પરિસ્થિતિને જોતાં વિશાળ કાનો વાળી એલિયન માછલીઓથી ભરેલા સમુદ્રની કલ્પના કરી શકાય એમ છે. જો કે જ્યાં સુધી તેના પુરાવા નામ મળે ત્યાં સુધી આ બાબતને અટકળ જ માનવી પડે એમ છે. આ ચંદ્રમાઓ પર જીવનની શક્યતાઓ વધી રહી છે, પણ તેનો અર્થ એ નથી કે તે જીવ છે. અન્ય એક વિજ્ઞાની કોટ્સનું કહેવું છે કે ગેનીમેડ પર જીવનની શક્યતાઓ વધારે પ્રબળ છે. કારણ કે તેની આસ પાસ ચુંબકીય ક્ષેત્ર છે. જે તેને વિકિરણથી બચાવે છે. જ્યારે યુરોપાના વાતાવરણમાં વિકિરણ વધારે છે. ગેનીમેડના તરલ સમુદ્રની ઉપર જામેલી બરફની પરત પણ તેને વિકિરણથી બચાવે છે.
જો કે અત્યારની યોજનાઓમાં વિનાવિલંબે આગળ વધીએ તો પણ ગુરુ સુધી પહોંચતા 17 વર્ષ લાગશે જ્યારે ગેનીમેડની કક્ષા સુધી પહોંચતા 19 વર્ષ લાગે એમ છે. જો ગેનીમેડ અને યુરોપા પર જીવન મળી આવે છે તો એ બાબતની સંભાવનાઓ વધી જાય છે કે બ્રહ્માંડમાં જીવન મોટા પાયે છે.

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુના મુખ્ય ચંદ્રોની ભ્રમણકક્ષા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર યુરોપા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર લો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર ગનીમેડ

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર કેલિસ્ટો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર અમાલ્થા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર અદ્રાસ્ટિઆ

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર એલારા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર લિસિથા

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર કેલિરો

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુનો ચંદ્ર પેસિથી

ગુરુના ચંદ્રમાઓ પર છે એલિયન્સનું અસ્તિત્વ !!!
ગુરુના મુખ્ય ચંદ્રોની ઓર્બિટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
