Air Taxi in India : Air Taxi in India:બહુ જલ્દી ભારતમાં એર ટેક્સી ઉડશે, જાણો કોણ આપે છે લાયસન્સ?
Air Taxi in India : પહેલા લોકો હોલિવૂડ મુવીમાં જોઈને કલ્પના કરતા હતા કે ક્યારેક હકિકતમાં આકાશમાં ગાડીઓની જેમ એર ટેક્સીઓ પર ઉડતી જોવા મળશે.
હવે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં બહુ જલ્દી એર ટેક્સી સેવા શરૂ થશે. આના માટે ઘણી તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે, એર ટેક્સી ચલાવવા કેટલીક જરૂરી વસ્તુઓ પુરી કરવી પડે છે.

એર ટેક્સી શહેરી વિસ્તારોમાં મુસાફરોને લઈ જવા માટેનું એક નાનું વિમાન છે. તે પરંપરાગત એરોપ્લેન કરતાં નાનું અને વધુ લવચીક છે. એર ટેક્સી માટે સૌ પ્રથમ પાઇલટનું લાઇસન્સ હોવુ જરૂરી છે. આ લાઇસન્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરાય છે.
એર ટેક્સી ચલાવવા માટે ખાસ તાલીમ લેવી પડે છે. આ તાલીમમાં વિમાન ઉડાડવું, ટ્રાફિક નિયંત્રણ, કટોકટીની પરિસ્થિતિનો સામનો વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. પાઈલટ શારીરિક અને માનસિક રીતે ફિટ હોવો જોઈએ. આ માટે તમારે મેડિકલ ટેસ્ટ પાસ કરવી પણ જરૂરી છે. કેટલાક દેશોમાં એર ટેક્સી ચલાવવા માટે નિશ્ચિત કલાકો વિમાન ઉડવાનો અનુભવ હોવો ફરજિયાત છે.
ભારતમાં એર ટેક્સી સેવા શરૂ કરવાની યોજના ચાલી રહી છે. સરકારે આ ક્ષેત્રમાં રોકાણ માટે નીતિઓ પણ બનાવી છે. અપેક્ષા છે કે થોડા વર્ષોમાં ભારતમાં પણ એર ટેક્સી સેવાઓ સામાન્ય થઈ જશે.
હાલમાં જ ઘણી કંપનીઓએ એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેટલીક કંપનીઓએ ટેસ્ટ ફ્લાઈટ પણ શરૂ કરી દીધી છે.
એર ટેક્સીથી ઓછા સમયમાં ગંતવ્ય પર પહોંચી શકાય છે. રસ્તાઓ પર જામની સ્થિતી બચી શકાય છે તેમજ એર ટેક્સીમાં આરામથી મુસાફરી કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
