જાણો, કેમ પરણિત મહિલાઓ તેના પતિને આપે છે દગો!
પહેલા તેવું હતું કે પતિ પત્નીને દગો આપતા હતા અને પત્ની બધુ ચૂપચાપ સહન કરી, સંસાર સાચવતી બેઠી રહેતી હતી. પણ આજકાલ તો જમાનો તેવો બદલાયો છે કે પતિ પત્નીનું લગ્ન જીવન 10 વર્ષ કોઇ પણ અફેર કે ગતકડા વગર ટકી જાય તો પણ લોકો પાર્ટી આપે છે. આજકાલ દુનિયામાં સારુ-ખરાબ, ચરિત્ર અને સંબંધોની આત્મીયતા ખાલી "કહેવાની વાતો" સમાન બની ગયા છે.
ત્યારે કોઇ એકનો વાંક નીકાળવો અયોગ્ય છે. કારણ કે સંબંધોની તાળી એક હાથે નહીં પણ બન્ને હાથે વાગે છે. ત્યારે કેમ પરણિત મહિલાઓ તેમના પતિને દગો આપી રહી છે? કેમ હાલ આવા કેસ વધી રહ્યા તે વિષે કેટલાક કારણોને જાણી તને સમજવાનો પ્રયાસ કરો અહીં....

પતિનું ધ્યાન ન આપવું
કોઇ પણ સ્ત્રી હંમેશો સૌથી પહેલા તેના પતિનો જ પ્રેમ અને સાથ ઇચ્છે છે. પણ આજકાલ જવાબદારી સંબંધોને તેવી રીતે ગુંગળાવી દે છે કે ભાગદોડ ભરેલ જીવનમાં પતિ બિચારો પ્રયાસ કરે તો પણ પતિ સમય નથી આપી શકતો. આવા સંજોગોમાં ધણીવાર પત્ની એકલતા અનુભવે છે અને ગેરમાર્ગે દોરાઇ જાય છે.

બદલાની ભાવના
કેટલીક વાર જે પતિ તેમની પત્નીને દગો આપે છે ત્યારે બદલા અને ઇર્ષોની ભાવનાએ સ્ત્રીઓ પણ પતિને જેવા સાથે તેવું બતાવવા માટે આવું કરતી હોય છે. પણ ત્યારે તે વાત સમજવી જરૂરી બની જાય છે કે સંબંધો બદલો લઇને નથી સચવાતા આવા પુરુષોથી બદલો લઇ પોતે પણ ખાડામાં પડવા કરતા તેમને તલાક જ આપવા સારા.

શારિરીક સુખ
ધણીવાર જ્યારે મહિલાને પતિ તરફથી યોગ્ય પ્રેમ નથી મળતો ત્યારે તે પોતાની ઇચ્છાને સંતોષવા માટે આવા ખોટા માર્ગનો સહારો લેતી હોય છે અને જાણે અજાણે પોતાની જ મુશ્કેલી વધારી દેતી હોય છે.

પ્રેમ કોઇનાથી, લગ્ન કોઇનાથી
ધણીવાર લગ્ન પહેલા યુવતી કોઇને પ્રેમ કરતી હોય છે. પણ મા-બાપ અને સમાજના દબાણ હેઠળ તેના લગ્ન કોઇ અન્ય વ્યક્તિ સાથે કરાવવામાં આવે છે. અને તે લગ્ન બાદ પણ પોતાના પ્રેમને ભૂલી નથી શકતી અને માટે જ આવું કરતું હોય છે.

દરેક વાત માટે પતિની પરમિશન
ધણા પતિઓ તેમની પત્નીને ખૂબ જ દબાવીને રાખતા હોય છે. દરેક વસ્તુ તેમને પૂછીને થાય તેવો દેખાડો કરવાના ચક્કરમાં તે સ્ત્રીને ભાવનાઓને સમજી નથી શકતા. અને સ્ત્રી પણ ક્યાંક આવા બંધનવાળા સંબંધોથી ત્રસ્ત થઇને બીજાનો સાથ ઝંખવા લાગે છે.

સંબંધોમાં નિરાશા
ધણીવાર સ્ત્રી તેમની એક સમાન જીંદગીથી કંટાળી જાય છે. જ્યાં ખાલી જવાબદારીઓ જ હોય છે. અને કંઇક નવું પામવાના ચક્કરમાં તે આવી ભૂલ કરી બેસતી હોય છે.

શંકા
જ્યારે પત્નીને લાગે છે કે તેના પતિનો કોઇની સાથે ચક્કર છે અને ઘરમાં તેનું કોઇ મહત્વ નથી ત્યારે બહાર પ્રેમ શોધવા લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
