જાણો કેન્દ્રીય કર્મચારીઓનું કેટલું વધ્યું DA? સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી
કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક પરિપત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.
7th pay commission : કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક પરિપત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અથવા ડીએમાં હજૂ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી
વાસ્તવમાં, ખર્ચ વિભાગનો એક પરિપત્ર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે,સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4ટકા થી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે. આ મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ થઈ ગયું છે.
હવે PIBએ આની તપાસ કરી છે અને PIB ફેક્ટ ચેકમાં આ પરિપત્રને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પરિપત્ર 23ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે PIBએ તેની તપાસ કરી તો ખબર પડી કે તેમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણેખોટી છે.

7મા પગાર પંચની ભલામણો
નોંધનીય છે કે, સાતમા પગાર પંચની ભલામણોના આધારે અર્ધવાર્ષિક ધોરણે મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર વધારો કરવામાં આવે છે.
તદનુસાર, સરકારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જાન્યુઆરી 2022માં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સરકારે કર્મચારીઓનામોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે.
બીજા અર્ધવાર્ષિક એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીના મોંઘવારી ભથ્થા અંગે કોઈ જાહેરાતકરવામાં આવી નથી, પરંતુ AICPIના ડેટા મુજબ તેમાં વધારો થવાની ખાતરી છે.
|
8મું પગારપંચ ક્યારે આવશે?
આ દરમિયાન આઠમા પગારની રકમને લઈને પણ હોબાળો શરૂ થયો હતો, પરંતુ સરકારનું કહેવું છે કે, કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું સેન્ટ્રલપગાર પંચ બનાવવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. એટલે કે 7મા પગાર પંચની ભલામણો લાગુ રહેશે.

Fact Check
દાવો
fake
નિષ્કર્ષ
fake
રેટિંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
