Fact Check: કોલકાતામાં હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક અથડામણ? જાણો સચ્ચાઇ
બે જૂથો વચ્ચે હિંસક અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે કોલકાતાના એક કાલી મંદિરનો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકો પૂજાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ 4 મિનિટના આ વાયરલ વીડિ
બે જૂથો વચ્ચે હિંસક અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે કોલકાતાના એક કાલી મંદિરનો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકો પૂજાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ 4 મિનિટના આ વાયરલ વીડિયોમાં પુરુષોનું એક જૂથ 'અલ્લાહ હુ અકબર'ના નારા લગાવતા સાંભળી શકાય છે. અહી આ વિડીયો પણ બીજા ઘણા દાવા સાથે વાયરલ થઇ રહ્યો છે.

ઇન્ડિયા ટુડે એન્ટી ફેક ન્યૂઝ વોર રૂમે વિડીયોની તથ્ય તપાસ કરી છે. હકીકત તપાસમાં સામે આવ્યું છે કે વીડિયો સાથેનો દાવો ભ્રામક છે. આ ટૂંકી ક્લિપ બાંગ્લાદેશના ફેની જિલ્લામાં તાજેતરમાં થયેલા કોમી અથડામણની છે. તપાસ દરમિયાન, આ વીડિયો કોલકાતાનો હોવાનું સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય સ્ત્રોત મળી શક્યો નથી. એટલું જ નહીં, વીડિયોમાં એક વ્યક્તિને એવું કહેતા સાંભળી શકાય છે કે આ વીડિયો ફેનીની 'બોરો મસ્જિદ' સામે હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેના સંઘર્ષનો છે.
જ્યારે અમે આ ઘટનાને લગતા અન્ય વીડિયોની શોધ કરી ત્યારે અમને ફેનીમાં કોમી અથડામણના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર મળ્યા. જ્યારે અમે આ વીડિયોની તુલના વાયરલ થઈ રહેલા વીડિયો સાથે કરી તો ઘણી સમાનતા જોવા મળી. આમાંના એક વીડિયોમાં, આપણે ભીડ વચ્ચે બાંગ્લાદેશ પોલીસનો ગણવેશ પહેરેલા કર્મચારીઓને પણ જોઈ શકીએ છીએ. જેની યુનિફોર્મ બાંગ્લાદેશ પોલીસ પાસેથી મળી રહી હતી.
ઈન્ડિયા ટુડેએ બાંગ્લાદેશના સ્થાનિક રિપોર્ટરનો સંપર્ક કરીને વીડિયોની પુષ્ટિ કરી. પત્રકારે પુષ્ટિ કરી કે વિડિયો ખરેખર ફેનીનો છે અને વિજય દશમીના બે દિવસ પછી બોરો મસ્જિદ અને બોરો મંદિર સામે આ અથડામણ થઈ હતી. પછી, અમે ગૂગલ મેપ્સ પર સર્ચ કર્યું અને જોયું કે વાયરલ વીડિયોમાં દેખાતી મસ્જિદ જેવી રચના ફેનીના ગ્રાન્ડ ટ્રંક રોડ પર આવેલી બોરો જામે મસ્જિદ છે.
આ ઘટનાને અનેક મીડિયા આઉટલેટ્સ દ્વારા પણ રિપોર્ટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, 16 ઓક્ટોબરે ફેનીના ગ્રાન્ડ ટ્રંક રોડ પાસે સ્થાનિક લોકો, અવામી લીગના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રીય પૂજા ઉદયન પરિષદ, પૂજા સમિતિના સભ્યો, જ્યારે જીટી રોડ પર કાલી મંદિર સામે બાંગ્લાદેશમાં તાજેતરમાં દુર્ગા પૂજા પંડાલો પર થયેલા હુમલાના વિરોધમાં ભેગા થયા હતા, ત્યારે નજીકની બોરો મસ્જિદના લોકોએ કથિત રીતે હિન્દુ ભક્તો પર ઈંટ ફેંકવાનું શરૂ કર્યું હતું.

Fact Check
દાવો
કોલકાતાના એક કાલી મંદિરનો વીડિયો છે. જ્યાં મુસ્લિમ સમાજના લોકો પૂજાનો વિરોધ કરી રહ્યા છે.
નિષ્કર્ષ
હકીકત તપાસમાં સામે આવ્યું છે કે વીડિયો સાથેનો દાવો ભ્રામક છે. આ ટૂંકી ક્લિપ બાંગ્લાદેશના ફેની જિલ્લામાં તાજેતરમાં થયેલા કોમી અથડામણની છે.
રેટિંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
