Nepal protest : નેપાળમાં ફરીથી રાજાશાહીની માંગ કેમ?
Nepal protest : નેપાળમાં ફરી એક વખત રાજશાહી સ્થાપિત કરવાની માંગ ઉઠી રહી છે, જે દેશની રાજકીય સ્થિરતાને પડકાર આપી રહી છે.
28 માર્ચ, 2025ના રોજ રાજધાની કાઠમંડુમાં હિંદુ રાષ્ટ્ર અને રાજશાહી સ્થાપિત કરવાની માંગ સાથે હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા. આ પ્રદર્શનનું નેતૃત્વ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી કરી રહી છે, જેને નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સમર્થન પ્રાપ્ત છે.

નેપાળમાં રાજશાહી પુનઃસ્થાપન કરવાની માંગ નવી નથી. 2007માં 240 વર્ષથી ચાલતા રાજતંત્રને સમાપ્ત કરીને નેપાળે લોકશાહી સ્વીકારી અને ધર્મનિરપેક્ષ સંવિધાન અપનાવ્યું. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી, હિંદુ રાષ્ટ્ર અને રાજશાહી પુનઃસ્થાપન માટેના આંદોલનો ચાલુ રહ્યા છે.
2015માં સંવિધાન લાગુ થયા બાદ પણ આ મુદ્દે અનેક હિંસક પ્રદર્શન થયા છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
હાલના પ્રદર્શનોએ નેપાળની રાજકીય પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. રાજશાહી સમર્થકોને ત્રણ એપ્રિલ સુધીનો અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. સરકાર આ આંદોલનો પાછળ પૂર્વ રાજા જ્ઞાનન્દ્ર શાહ અને ભારતના હસ્તક્ષેપનો આરોપ લગાવી રહી છે.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પોસ્ટરો સાથેના જુલૂસો જોવા મળ્યા હતા, જેના કારણે નેપાળ સરકાર અને ભારત વચ્ચે તણાવ વધ્યો હતો.
આંદોલનો અને હિંસક પ્રદર્શનોથી સ્પષ્ટ થાય છે કે નેપાળમાં રાજશાહી અને લોકશાહી વચ્ચેનો સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી. દેશના ભવિષ્ય માટે આ નિર્ણાયક સમય છે, અને જોવામાં રહ્યું છે કે સરકાર અને પ્રજા કેવી રીતે આ પડકારનો સામનો કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
