ઇન્ડીએલાયન્સના નેતા બનવા કોંગ્રેસે બે રાજ્ય જીતવાં જરૂરી
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે. કેમ કે આ ત્રણ રાજ્યોમાંથી બે રાજ્ય કોંગ્રેસ પાસે છે. મહત્વપૂર્ણ તો ભાજપ માટે પણ છે. પરંતુ ભાજપ માટે ઓછું મહત્વપૂર્ણ છે, કેમ કે ભાજપ પાસે અત્યારે એક રાજ્ય છે મધ્ય પ્રદેશ. જો કે ભાજપ પાછલી ચૂંટણીમાં મધ્ય પ્રદેશ હારી ગયું હતું. પરંતુ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપની થારીમાં પરોસી દીધું.

જો કોંગ્રેસ ત્રણમાંથી બે રાજ્ય હારી જાય છે તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઉત્પન્ન થશે. તેની ઉમ્મીદો પર પાણી ફરી જશે. ભાજપ ત્રણમાંથી બે રાજ્ય જીતી જાય, તો તેના માટે ઉપલબ્ધિ હશે. એક જીતે તો પણ કંઈ ફરક નહીં પડતો. કેમ કે જ્યાં સુધી મોદીનો સવાલ છે તો આપણે પાછલી ચૂંટણીમાં જોયું કે ત્રણેય રાજ્ય હારીને પણ લોકસભા ચૂંટણીમાં મોદીએ આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં હતાં.
એ પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે લોકસભા ચૂંટણી પર રાજ્ય વિધાનસભાના ચૂંટણી પરિણામોની અસર ન થાય. પરંતુ જો કોંગ્રેસ બે રાજ્ય હારી ગઈ તો તેની લોકસભા ચૂંટણીની બધી રણનીતિ ધરી રહી જશે. ખૂદને અન્યોથી મોટી ગણાવવા માટે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી અલાયન્સના એકેય દળ સાથે ગઠબંધન નથી કર્યું. મતલબ કે ત્રણ મહિના માટે ઈન્ડી અલાયન્સને ફ્રીઝ કરી દીધું.
નીતિશ, અખિલેશ અને કેજરીવાલ મધ્ય પ્રદેશમાં સીટ માંગી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે ત્રણેયને ઠેંગો બતાવી દીધો. કોંગ્રેસની રણનીતિ પાંચમાંથી ત્રણ રાજ્ય જીતવાની છે. તેલંગાણા અને મિઝોરમ જીતવાનું તો વિચારી પણ નથી રહી. જો કે તેલંગાણામાં કોંગ્રેસ બીઆરએસને આકરી ટક્કર આપી રહી છે. તેમ છતાં કોંગ્રેસ ત્રણેય હિન્દી ભાષી રાજ્યો પર જ દાવ લગાવી બેઠી છે. કોંગ્રેસની રણનીતિ એ છે કે જો તેના ધાર્યા પ્રમાણે પરિણામ આવે તો તે ક્ષેત્રીય પાર્ટીઓ સમક્ષ ઉદાહરણ પૂરું પાડી શકશે કે તે એકલા ભાજપને હરાવવામાં સક્ષમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
