Who paid the highest tax in India : ભારતમાં કોણે ચુકવ્યો સૌથી વધુ ટેક્સ? જુઓ પુરૂ લિસ્ટ
Who paid the highest tax in India : હાલમાં જ ભારતમાં સૌથી વધુ ટેક્સ ભરનારા લોકોને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી છે. સરકાર આવા લોકોને તેમના યોગદાન માટે સન્માનિત કરે છે.
ભારત સરકાર દેશભરના નાગરિકોને ટેક્સ ભરવા માટે અપીલ કરે છે. શું તમે જાણો છો કે આ વખતે સૌથી વધુ ટેક્સ કોણે ચુકવ્યો છે? અમે તમને જણાવીશું.

જણાવી દઈએ કે, અભિનેતા શાહરૂખ ખાન ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી છે. તેણે 92 કરોડનો ટેક્સ ભર્યો છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ બુધવારે ભારતીય સેલેબ્સની યાદી બહાર પાડી છે જેમણે નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે.
શાહરૂખ ખાન બાદ આ લિસ્ટમાં તમિલ સુપરસ્ટાર થલપથી વિજય છે. તેણે 80 કરોડનો ટેક્સ જમા કરાવ્યો છે. જણાવી દઈએ કે ત્રીજા નંબર પર અભિનેતા સલમાન ખાનનું નામ છે, તેણે 75 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે. અભિતાભ બચ્ચને 71 કરોડ રૂપિયા અને વિરાટ કોહલીએ 66 કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો છે.
આ સિવાય અભિનેતા અજય દેવગણ છઠ્ઠા સ્થાને છે, તેણે 42 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની લિસ્ટમાં નંબર 7 પર છે, તેણે 38 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે. આ પછી રણબીર કપૂરે 36 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે.
આ સિવાય સચિન તેંડુલકર અને રિશિત રોશને 28-28 કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવ્યો છે. આ પછી કોમેડિયન કપિશ શર્માએ 26 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.
જણાવી દઈએ કે 2023માં શાહરૂખ ખાનની નેટવર્થમાં 1300 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2022માં શાહરૂખની કુલ સંપત્તિ 5116 કરોડ રૂપિયા હતી, જે જવાન અને પઠાણની સફળતા બાદ 8 ટકા વધી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 1050 કરોડનું કલેક્શન કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, શાહરુખે યશ રાજ પ્રોડક્શન્સ સાથે ફિલ્મ પઠાણ માટે 60 ટકા પ્રોફિટ શેરિંગ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સિવાય તેણે ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ફી લીધી હતી. હવે શાહરૂખની નેટવર્થ 6411 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જેની સાથે શાહરૂખ ખાન દુનિયાનો ચોથો સૌથી અમીર અભિનેતા બની ગયો છે.
અક્ષય કુમારનું નામ ફોર્ચ્યુન લિસ્ટમાં ટોપ-20માં પણ નથી. જણાવી દઈએ કે ગયા વર્ષે તેણે 25 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તે 2023માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલેબ હતો. આ માટે તેને આવકવેરા વિભાગ તરફથી સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
