LIC પોલિસી ધારકોને ફેક કોલ્સ મળે તો શું કરવું?
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી - LIC) અવારનવાર એલઆઇસી પોલિસી ધારકોને સૂચિત કરતી રહે છે કે કંપની સંબંધિત આવતા ફેકકોલ્સ સાથે કંપનીને કોઇ લેવા દેવા નથી.
આ સૂચના એટલા માટે આપવામાં આવી છે કારણ કે એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં પોતે એલઆઇસી એજન્ટ હોવાનું કહીને પોલિસી પધરાવીને નાણા પડાવી લેવામાં આવ્યા હોય. આ ઉપરાંત પોલિસી લેવા અંગે પણ વિવિધ ફરિયાદો નોંધાઇ છે.
અમે અહીં આપને એવી કેટલીક ટિપ્સ આપી રહ્યા છે જેની મદદથી આવા ફેક કોલ્સ સામે કેવા પગલાં લઇ શકાય તેની માહિતી આપવા ઉપરાંત કંપનીને ફેક કોલ્સ બંધ કરાવવાના અભિયાનમાં પણ મદદ મળશે. આવા ફોન કોલ્સમાં સૌથી ખાસ બાબત એ જ યાદ રાખવી કે આપની કોઇ પણ મહત્વની અને પર્સનલ ડિટેઇલ્સ આપવી જોઇએ નહીં.

1.
કોલરને ઇરડા દ્વારા આપવામાં આવેલા લાયસન્સ અને તેની ઓળખ માંગીને તે ચકાસો.

2.
જો આપને કોઇ પોલિસી અંગે મુંઝવણ હોય તો આપ એલઆઇસીની વેબસાઇટ પર જઇને તે અંગેની માહિતી મેળવી શકશો.

3.
એલઆઇસી તેના ગ્રાહકોને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપે છે. જેની મદદથી આપ ઓનલાઇન પોલિસી મેનેજમેન્ટ કરી શકશો. આમ કરવાથી જ્યારે પણ આપને ફેક કોલ્સ મળે છે ત્યારે આપ આપની પોલિસીઓ વિશે સારી રીતે જાણતા હશો.

4.
ફેક કોલ્સની ટૂંકી વિગતો સાથે co_crm_fb@licindia.com પર સંપર્ક કરી શકાય છે.

5.
ફેક કોલ્સ હોવાનું ધ્યાનમાં આવે તો આપના પોલિસી નંબર અને અન્ય વિગતો આપવી નહીં.

6.
ઊંચા વળતર કે બોનસની ભ્રમજાળમાં ફસાઇ જવું નહીં.

7.
જો કોઇ કોલર આપને આપની પોલિસી પરત કરવા કહે તો તેમ કરવું નહીં કારણ કે એલઆઇસી આમ કરવાને પ્રોત્સાહન આપતી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
