Income Tax: આ છે સ્લેબ, ફરી ગણી લો આવક ક્યાંક ભૂલ તો નથી થઈ રહીને
આવક વેરો બચાવવામાં લોકો હંમેશા કેટલીક ભૂલો કરતા હોય છે. જેને કારણે પાછળથી ટેક્સ ચૂકવવો પડે છે. એટલે બચવાની સૌથી સારી રીત એ છે કે તમારે તમારી આવક પ્રમાણે ટેક્સ સ્લેબ જોઈ લેવો જોઈએ
આવક વેરો બચાવવામાં લોકો હંમેશા કેટલીક ભૂલો કરતા હોય છે. જેને કારણે પાછળથી ટેક્સ ચૂકવવો પડે છે. એટલે બચવાની સૌથી સારી રીત એ છે કે તમારે તમારી આવક પ્રમાણે ટેક્સ સ્લેબ જોઈ લેવો જોઈએ અને પછી જ રોકાણ કરવું જોઈએ. સરકારે આ બજેટમાં જે 5 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી છે, તે છૂટ આગામી નાણાકીય વર્ષ માટે છે. એટલે ચાલુ નાણાકીય વર્ષના ઈન્કમ ટેક્સના સ્લેબ જરૂર જાણી લો. કારણ કે જો તમારા ઈન્કમટેક્સની ગણતરીમાં ભૂલ થઈ છે, તો હજી તમે રોકાણ કરી શકો છો.
આ પણ વાંચો: Mutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો

ઈન્કમ ટેક્સના 3 સ્લેબ
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 માટે આવકવેરાના 3 સ્લેબ છે. એક સ્લેબ 60 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે છે. બીજો સ્લેબ 60થી 80 વર્ષના લોકો અને ત્રીજો આવક વેરાનો સ્લેબ 80થી વધુ ઉંમરના લોકો માટે છે.

તમારી ઉંમર પ્રમાણે શું છે આવક વેરાનો સ્લેબ
60 વર્ષ સુધીની આવકના લોકો માટે ઈન્કમ ટેક્સ સ્લેબ
- 2.5 લાખ સુધી ઈન્કમ ટેક્સ ફ્રી
- 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ (આ ઉપરાંત 4 ટકા સેસ પણ ચૂકવવો પડશે)
- 5 લાખથી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ (આ ઉપરાંત 4 ટકા સેસ પણ ચૂકવવો પડશે)
- 10 લાખથી વધુની આવક પર લાગે છે 30 ટકા ટેક્સ (આ ઉપરાંત 4 ટકા સેસ પણ ચૂકવવો પડશે)
60થી 80 વર્ષની ઉંમરના લોકો માટે આ છે સ્લેબ
- 3 લાખ સુધીની આવક છે ટેક્સ ફ્રી
- 3 લાખથી 4 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ, સાથે જ ઈન્કમટેક્સ પર 4 ટકા સેસ પણ આપવો પડશે.
- 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ આપવો પડશે. આ ઉપરાંત 4 ટકા સેસ આપવો પડશે.
- જો આવક 10 લાખથી વધુ છે તો 30 ટકા ટેક્સ અને ઉપરથી 4 ટકા સેસ આપવો પડશે.
80 વર્ષથી વધુ ઉંમરના લકો માટે આ છે સ્લેબ
- 5 લાખની આવક છે ટેક્સ પ્રી
- 5 લાખથી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ અને 4 ટકા સેસ
- 10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ અને 4 ટકા સેસ

80 સી અંતર્ગત ટેક્સ બચાવવાની રીત
આવક વેરાના સેક્સ 80 સી અંતર્ગત ટેક્સ બચાવવાના રોકાણના વિકલ્પોમાં જો તમે પૈસા રોકશો તો 1.5 લાખ સુધીના રોકાણ પર છૂટ મળી શકે છે. સેક્શન 80 સીમાં આમ તો ઘણી જગ્યાએ રોકાણ કરવાના ઓપ્શન છે, પરંતુ કેટલાક જાણીતા વિકલ્પો આ છે.

પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF)
PPFમાં 15 વર્ષનો લોક ઈન પીરિયડ હોય છે. PPF યોજના આવક વેરો બચાવવાની સૌથી આકર્ષક યોજના મનાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવા પર સરકાર ગેરેન્ટી આપે છે કે તમારા પૈસા ડૂબશે નહીં. PPF અકાઉન્ટ શરૂઆતાં 15 વર્ષ માટે ખૂલે છે બાદમાં તેન 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે. આવક વેરો બચાવવાની આ પણ લોકપ્રિય રીત છે. હાલ તેમાં 8 ટકા વ્યાજ મળી રહ્યું છે.

કર્મચારી ભવિષ્ય નિધિ અથવા સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (EPF OR VPF)
જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો કર્મચારી ભવિષ્ય નિધિ અથવા સ્વૈચ્થિક ભવિષ્ય નિધિમાં તમારા પૈસા કપાતા હશે. તેમાં તમારા પગારમાંથી જેટલા પૈસા કપાઈને જમા થાય છે તેના પર તમને આવકવેરામાં છૂટ મળે છે.

ELSSમાં કરો રોકાણ
વેલ્થ ક્રિએશનની સાથે સાથે ટેક્સ બચતનો લાભ લેવાના બેસ્ટ ઉપાયોમાંથી એક છે ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. ELSS, ડાઈવર્સિફાઈટ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં એકવાર મોટી રકમ રોકીને કે પછી માસિક થોડું થોડું રોકાણ કરી શકાય છે. તમે કોઈ જાણીતા ફંડ હાઉસ દ્વારા કે પછી ઓનલાઈન સીધા જ ELSS ફંડ ખરીદીને રોકાણ કરી શકો છો. જો તમારી પાસે KYC કમ્પ્લાયન્ટ બેન્ક અકાઉન્ટ છે, તો તમે ઘરે બેસીને જ કાગળની કોઈ જ ઝંઝટમાં પડ્યા વગર લેવડદેવડ પૂરી કરી શકો છો. આ રોકાણ પર તમે કલમ 80સી અંતર્ગત લાભ મેળવી શકો છો.

ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદો
ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન એવા કોઈ પણ વ્યક્તિ માટે બેસ્ટ ઓપ્શન છે, જેના પર ફાઈનાન્સિયલ ડિપેન્ડન્ટ્સ છે. આવા લોકોએ યોગ્ય રકમનો ટર્મ ઈન્સ્યોરન્સ લઈને મૃત્યુ બાદ પરિવારને આર્થિક સુરક્ષા આપવી જોઈએ. એક ટર્મ ઈન્સ્યોરન્સ માટે ચૂકવાયેલા પ્રીમિયમ પર 80 સી અંતર્ગત ટેક્સ બેનિફિટ મળી શકે છે. યાદ રાખો કે જો તમારી પાસે પહેલા જ એક લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી છે, તો એક નવી પોલિસી ખરીદતા સમયે અરજીમાં હાલના લાઈફ કવરની માહિતી જરુર આપો.

યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIP)
યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન એટલે કે ULIPમાં એક પ્રકારની જ વીમા યોજનાઓ છે. આવકવેરો બચાવતી આ યોજનાઓ દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરી શકાય છે. લાંબા ગાળા માટે ULIP સારું વળતર આપે છે. ULIPમાં લોક ઈન પીરિયડ 5 વર્ષનો હોય છે. ULIPમાં પણ વળતર શેર બજારના વલણ પર આધારિત છે. માર્કેટ જેટલું સારુ ચાલશે , તેટલું જ વળતર પણ વધુ મળશે. યુનિટ લિંક્ટ ઈન્સ્યોરન્સ પ્લાનમાં પોલિસીના સમયગાળા દરમિયાન ફંડ સ્વિચ પણ કરી શકાય છે. લોકો આ પ્લાનમાં ગ્રોથ, ઈક્વિટી, બેલેન્સ્ડ અને ઈન્કમ ફંડમાં સ્વિચ કરી શકે છે. આવક વેરો બચાવવાનો આ પણ સારો વિકલ્પ છે.

5 વર્ષની એફડી
આવક વેરો બચાવવા માટે 5 વર્ષની બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ તમે રોકાણ કરી શકો છો. બેન્કોમાં આ વિશેષ એફડીમાં 5 વર્ષમાં પૈસા ઉપાડી શકાય છે. 5 વર્ષ બાદની એફડી પર મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે.

પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષમાં ટાઈમ ડિપોઝિટ કરવાથી પણ આવક વેરામાં છૂટ મળી શકે છે. આ પણ બેન્ક એફડીની જેમ જ છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજ દર સરકાર દર ત્રણ મહિને નક્કી કરે છે.

રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્ર (NSC)
પોસ્ટ ઓફિસમાંથી લોકો રાષ્ટ્રીય બચત પ્રમામ પત્ર ખરીદી શકે છે. તેમાં પૈસા રોકવાથી આવક વેરામાં લાભ મળી શકે છે. તેમાં રોકેલા પૈસા 6 વર્ષ બાદ જ ઉપાડી શકાય છે. તેને દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
આ યોજનામાં ફક્ત વરિષ્ઠ નાગરિકો જ રોકાણ કરી શકે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકેલા પૈસા 5 વર્ષ બાદ જ ઉપાડી શકાય છે. સેક્શન 80 સી અંતર્ગત આવક વેરો બચાવવા માટે અહી રોકાણ કરી શકાય છે. જો કે તમે ઈચ્છો તો થોડો દંડ ભરીને આ યોજનાનું અકાઉન્ટ 5 વર્ષ પહેલા પણ બંધ કરાવી શકો છો.

હોમ લોનની મૂડી પર આવક વેરામાં છૂટ
જો તમે હોમ લોન લીધી છે તો તમારા હપતામાં ભરાયેલી મૂડી પર આવક વેરામાં છૂટ મળે છે. તેના વ્યાજ પર પણ કેટલાક નિયમો પ્રમાણે છૂટ મળે છે.

બાળકોની ફી પર છૂટ
2 બાળકોની ટ્યુશન ફી પર તમે આવક વેરાનો લાભ મેળવી શકો છો. જો તમારે 2થ વધુ બાળકો છે તો તમે કોઈ પણ બે બાળકોની ફી જમા કરીને આવક વેરાનો લાભ મેળવી શકો છો. પરંતુ બાળકો જેમાં અભ્યાસ કરતા હોય તે યુનિવર્સિટી, કોલેજ સ્કૂલ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ભારતમાં જ હોવી જોઈે

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY પુત્રી માટેની નાની બચત યોજના છે, જે મોદી સરકારે શરૂ કરી છે. તેમાં રોકાણ કરવાથી આવકવેરામાં લાભ મળે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરીને આવક વેરામાંથી છૂટ મેળવી શકો છો. આ સમયે તેમાં 8.5 ટકાનું વ્યાજ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
