RBI ગવર્નર ઉર્જિત પટેલનો પગાર કેટલો છે?
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. અને હવે તેમની સેલરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ વધી ગઇ છે.
આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો પગાર વધી ગયો છે. નોટબંધી પછી જો કોઇને વેતન વધારાનો સારો ફાયદો મળ્યો હોય તો તે છે ઉર્જિત પટેલ. આરબીઆઇ ના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. નોંધનીય છે કે પહેલા આરબીઆઇ ગવર્નરની સેલરી 90 હજાર રૂપિયા હતી. જેમાં અન્ય ભથ્થા જોડતા તેમની સેલરી 2,09,500 લાખ રૂપિયા થઇ ગઇ છે.
ત્યારે અહીં વિગતવાર જાણો કે આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનો હાલ પગાર કેટલો છે. સાથે જ જાણો કે કેવી રીતે તેમનો પગાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ કેવી રીતે વધારે છે. અને ડેપ્યુટી ગવર્નરના પગાર અંગે પણ ચોખવટ આ લેખમાં મેળવો.

ઉર્જિત પટેલ
ઉર્જિત પટેલની બેઝિક સેલેરી 3 ધણી વધી છે. અને હવે આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલની બેઝિક સેલરી 2.50 લાખ રૂપિયા થઇ ગઇ છે. જો ક હવે તેમની બેઝિક સેલરી વધારવામાં આવી છે. અને અન્ય ભથ્થા જોડીને હવે તેમનો પગાર થાય છે 3.70 લાખ રૂપિયા.

ડેપ્યુટી ગવર્નર
એટલું જ નહીં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરનો પગાર પણ વધારવામાં આવ્યો છે. અને ડેપ્યુટી ગવર્નર કે જેમની પહેલા બેઝિક સેલરી 80 હજાર રૂપિયા હતી. તે હવે વધીને 2.25 લાખ રૂપિયા થઇ ગઇ છે. 1 જાન્યુઆરી 2016થી વધારવામાં આવી છે. એટલે કે 1 જાન્યુઆરી 2016થી લઇને હાલ સુધીનો પગાર વધતા તેમને એરિયર આપવામાં આવશે. સાથે જ અનેક બેંકોના મોટા અધિકારીઓનો પગાર પણ વધારવામાં આવ્યો છે.

પીએમ મોદી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર 1 લાખ 70 હજાર રૂપિયાની આસપાસ છે. ત્યારે આરબીઆઇના ગવર્નર કરતા તેમના આ પગાર ઓછો છે. તો જો તમે એ વાતનું દુખ કરતા હોવ કે તમારો પગાર નથી વધ્યો તો તમે આ સમાચાર વાંચી તમારું મન મનાવી શકવા એક બહાનું નીકાળી શકો છો.

રધુરામ રંજન
એટલું જ નહીં ભૂતપૂર્વ આરબીઆઇ ગવર્નર રધુરામ રંજન કે જેમણે સપ્ટેમ્બર 2016માં નિવૃત્તિ લીધી હતી. તેમને પણ 9 મહિનાનો આ વધારાનો પગાર એરિયરના રૂપમાં મળશે. અને સપ્ટેમ્બર પછી જ્યારે ઉર્જિત પટેલ ગવર્નર બન્યા તેનો એરિયર ઉર્જિત પટેલને મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
