શું છે ઈસ્લામિક હલાલ ઇન્વેસ્ટમેન્ટ? જાણો કેમ તેમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે?
હાલમાં જ ગ્લોબલ ઈસ્લામિક હલાલ ઈકોનોમીને લઈને એક મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચૌકાવનારા દાવા કરાયા છે.
આ રિપોર્ટના એક આંકડાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. ગ્લોબલ ઈસ્લામિક હલાલ ઈકોનોમીના અહેવાલ અનુસાર, વર્ષ 2025 સુધીમાં તેનું બજાર મૂલ્ય વધીને 7.7 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ જશે.

2015 માં ઇસ્લામિક હલાલ અર્થતંત્ર 3.2 ટ્રિલિયન ડોલરનું હતું, જેનો અર્થ છે કે તે 10 વર્ષમાં બમણું થશે, જ્યારે વર્ષ 2021 માં તેનું બજાર મૂલ્ય 5.7 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ હતો.
જનરલ કાઉન્સિલ ફોર ઇસ્લામિક બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ગયા વર્ષે એક અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક ઇસ્લામિક ફંડ માર્કેટ છેલ્લા એક દાયકામાં 300 ટકાથી વધુ વધ્યુ છે. જેમાં લગભગ 200 બિલિયન ડોલર હવે વૈશ્વિક સ્તરે સંચાલન હેઠળ છે.
આંકડા દર્શાવે છે કે હલાલ એટલે કે શરિયા કાયદા હેઠળ રોકાણ ઝડપથી વધી રહ્યું છે અને તેની માંગ પણ ઝડપથી વધી રહી છે.
જણાવી દઈએ કે ઇસ્લામ હેઠળ રોકાણની પરવાનગી છે, પરંતુ રોકાણ માટે કેટલાક નિયમો છે.
- આમાં વ્યાજ વસૂલવું હરામ માનવામાં આવે છે. તેથી મુસ્લિમ સમુદાયે શરિયા કાયદા હેઠળ ચાલતી ઇસ્લામિક બેંકો તરફ મજબૂત વલણ દર્શાવ્યું છે.
- આ વ્યવસ્થા હેઠળ ઇસ્લામિક બેંકો "હરામ (ગેરકાયદેસર) અસ્કયામતો અથવા કોમોડિટીઝ જેમ કે ડુક્કરના ઉત્પાદનો, આલ્કોહોલ અથવા લશ્કરી સાધનો વગેરેમાં તેમનું રોકાણ કરી શકતી નથી.
- આમાં એવા વ્યવહારો થઈ શકતા નથી જેમાં પારદર્શિતા ન હોય. આ સિવાય બેંકો એવા ક્ષેત્રોમાં રોકાણ કરી શકતી નથી કે જેમાં ઘણી બધી બિઝનેસ અનિશ્ચિતતા હોય.
- ઇસ્લામિક ફાઇનાન્સ કાઉન્સિલ યુકે (UKIFC) ના ડિરેક્ટર ઓમર શેખ કહે છે કે હલાલ રોકાણ એ મૂળભૂત રીતે તમારા પૈસા અને નાણાંનું તમારા વિશ્વાસ અનુસાર સંચાલન કરે છે.
- તેમણે કહ્યું કે, મુસ્લિમો માને છે કે સમાજ માટે હાનિકારક અને ધર્મની નૈતિકતાની વિરુદ્ધમાં પૈસા કમાવવા કરતાં હલાલ રીતે પૈસા કમાવવા વધુ સારું છે.
- ઇસ્લામિક ફાઇનાન્સ ગ્રૂપ એથિસના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઓમર મુનશી કહે છે કે શરિયા કાયદાનું પાલન અત્યંત મહત્ત્વનું છે, તેથી નૈતિક રોકાણની શોધમાં સંસ્થાઓ અને રોકાણકારોએ આની ખાતરી કરવા માટે હજુ પણ આગળ વધવાની જરૂર છે.
હલાલ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે?
હલાલ ઇન્વેસ્ટમેન્ટ ઇસ્લામિક બિઝનેસ ફાઇનાન્સ હેઠળ કામ કરે છે, નફાની વહેંચણીના બિઝનેસ મોડલ પર આધારિત છે, જેમાં શરિયા વીમો અને સુકુકનો પણ સમાવેશ થાય છે. સુકુક એ એક પ્રકારનું ઇસ્લામિક નાણાકીય પ્રમાણપત્ર છે જે રોકાણમાં રોકાણકારના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
પરંપરાગત બોન્ડથી વિપરીત ગ્રાહકો ઇસ્લામિક બેંક પાસેથી ખરીદે છે તે બોન્ડ તેમની ખરીદીના આધારે નફો મેળવે છે. સુકુક રોકાણકારો વ્યવસાયની આંશિક માલિકી મેળવે છે અને પછી નફાની ચૂકવણી મેળવે છે, જે સમય જતાં વધે છે. શરિયા અનુપાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાજને બદલે આ ચૂકવણી કરવામાં આવે છે.
છેલ્લા 15 વર્ષમાં ઇસ્લામિક બેંકિંગ ઝડપથી વધી રહી છે અને વધુને વધુ શિક્ષિત લોકો આ બેંકિંગ સાથે જોડાઈ રહ્યા છે. તેથી, હવે આ ફાઇનાન્સ હેઠળ વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે માંગના ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
