જાણો : કયા પરિબળો સેન્સેક્સને ડિસેમ્બર 2015માં 36000ની સપાટી પર પહોંચવામાં મદદ કરશે?
ઘણા બ્રોકરેજિસે કંપનીઓની 2014-15 અને 2015-16ની નફાવૃદ્ધિના આકલનમાં ઘટાડો કર્યાના એક સપ્તાહમાં જ આગામી વર્ષ માટે સેન્સેક્સના તેજીમય લક્ષ્યાંકો જાહેર કર્યા છે.
સિટી, મોર્ગન સ્ટેન્લી, યુબીએસ અને એમ્બિટ કેપિટલે સેન્સેક્સ ડિસેમ્બર 2015 સુધીમાં 32,500થી 36,000ની અને અને નિફ્ટી 9,850ની સપાટીએ પહોંચવાની આગાહી કરી છે. આ આંકડો સોમવારના 28,559ના બંધથી 14-26 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
આ અંગે ઇકોનોમિક્સ ટાઇમ્સમાં પ્રસિદ્ધ અહેવાલ અનુસાર 'મોદીનોમિક્સ'ના આશાવાદે ભારતીય બજારમાં જાન્યુઆરીથી 34 ટકાનો ઉછાળો નોંધાયો છે. કેટલાક જાણીતા વિશ્લેષકો સહિત અગ્રણી બ્રોકરેજિસને કંપનીઓનો નફો આગામી નાણાકીય વર્ષમાં રિકવર થવાની શક્યતા દર્શાવી રહ્યા છે.
સ્ટોક માર્કેટ પર વર્ષ 2015માં કયા પરિબળો કેવી અસર કરી શકે તે જોઇએ...

વૈશ્વિક પરિબળો અને ફુગાવાની પોઝિટિવ અસર
તેમને 2015-16માં રોકાણ સાઇકલને વેગ મળવાની અને ગ્રાહકખર્ચમાં સુધારાની ધારણા છે. ભારતીય બજાર પર આગામી સમયમાં વૈશ્વિક પરિબળોની અસર થશે, પરંતુ કોમોડિટીના ભાવમાં ઘટાડાને લીધે નીચો ફુગાવો અને 2015માં સંભવિત રેટકટ બજારના સેન્ટિમેન્ટને મજબૂત રાખશે. આ બાબત વિવિધ બ્રોકિંગ હાઉસને આગામી નાણાકીય વર્ષમાં કંપનીઓની નફાવૃદ્ધિનો અંદાજ સુધારવાની ફરજ પાડશે.

રિઝર્વ બેંકની નીતિની અસર
આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો, ઇન્વેસ્ટમેન્ટ સાઇકલની રિકવરી અને આર્થિક સુધારાના અમલીકરણને પગલે ભારતીય બજારમાં સુધારા તરફી વલણ નોંધાશે.

કયા સેક્ટર્સમાં તેજી રહેવાની શક્યતા?
બેન્કિંગ, એનર્જી, સિમેન્ટ, કન્ઝ્યુ ડિસ્ક્રિશનરી, નાણાકીય, ટેક્નોલોજી અને ફાર્મા સેક્ટર પર ઓવરવેઇટ છીએ અને ભારતીય બજાર માટે વધુ એક સારા વર્ષની આશા રાખીએ છીએ. સ્થાનિક વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો થશે તો શેરોનું મૂલ્ય વાજબી બનશે. જોકે, આ ઉછાળો ૨૦૧૪ જેટલો નહીં હોય. ગયા વર્ષે બજાર 34 ટકા વધ્યું હતું.

ચેતજો, સેન્સેક્સ પછડાઇ પણ શકે!
આમ તો મોટા ભાગના લોકો સેન્સેક્સમાં વધારાને જોઇ રહ્યા છે. આમ છતાં. યોગ્ય સરકારી પગલાંનો અભાવ અને વૈશ્વિક આર્થિક સ્થિતિમાં ખરાબીને લીધે સેન્સેક્સ ઘટીને 26,007 થવાની શક્યતા 10 ટકા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
