નાણાકીય પીઠબળ ધરાવતી સિક્યોરિટીઝ શું છે?
એસેટ બેક્ડ સિક્યુરિટિઝ (Asset Backed Securities - ABS)એ ફિક્સ આવક આપતું રોકાણ સાધન છે. તે વિવિધ પ્રકારની લોનને સ્વીકારે છે અને તેને સિક્યુરિટી તરીકે વેચે છે. તેને મોટા ભાગે મોર્ગેજ ઉપરાંત ક્રેડિટ કાર્ડ રિસિવેબલ્સ, વિદ્યાર્થી લોન, ઓટો લોન વગેરેનું પીઠબળ હોય છે.
એસેટ બેક્ડ સિક્યુરિટિઝનો ઉદભવ મોર્ગેજ બેક્ડ સિક્યુરિટીઝ ( Mortgage Backed Securities - MBS)માંથી જ થયો છે. જેને મોર્ગેજ લોનનું પીઠબળ હોય છે. જ્યારે એબીએસ મોર્ગેજ ના હોય તેવી લોન કે મૂડીને આકર્ષે છે.

ABS કેવી રીતે કામ કરે છે?
ABS વિવિધ પ્રકારની નાણાકીય લોન જેવી કે સ્ટુડન્ટ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડ ડેબ્ટને આકર્ષીને તેનું સિક્યુરિટીઝમાં રૂપાંતરણ કરે છે. ત્યાર બાદ તેને રોકાણકારોને વેચવામાં આવે છે. એટલે કે દર મહિને જ્યારે લોનનો હપ્તો ચૂકવવામાં આવે છે ત્યારે મંથલી લોન પેમેન્ટ સિક્યુરિટાઇઝન પ્રક્રિયાની મદદથી તેને સિક્યુરિટીમાં ફેરવી દેવામાં આવે છે. જે દર મહિને બેંકમાંથી બોન્ડ હોલ્ડર પાસે જાય છે.
ABSના આકર્ષણો કયા છે?
1. ABSને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. કારણ કે તેની પાછળ નાણાકીય પીઠબળ રહેલું છે. અન્ય કોઇ પણ ડેબ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જેમ તેમાં પણ તેની વ્યાજ ચૂકવવાની અને પ્રિન્સિપાલ રકમ આપવાની ક્ષમતાને આધારે રેટિંગ આપવામાં આવે છે.
2. ABS અન્ય બોન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે કોર્પોરેટ બોન્ડ્સની સરખામણીએ તે ઊંચું વળતર આપે છે.
3. તેમાં વિવિધ પ્રકારની લોનનું પીઠબળ હોવાને કારણે ABSમાં રોકાણ આપોઆપ વિવિધ વસ્તુઓમાં રોકાણ બની રહે છે.
4. બોન્ડની સરખામણીએ લોનની મેચ્યોરિટી વહેલી આવે છે. આ કારણે જ્યારે વ્યાજદરોમાં ઉતાર ચઢાવ હોય ત્યારે ABSને ઓછું નુકસાન થાય છે.
5. ABSમાં પ્રિપેમેન્ટનું જોખમ રહેલું છે. જ્યારે પણ લોન લેનાર પ્રિપેમેન્ટ કરે છે ત્યારે રોકાણકારના હાથમાં કેશ ફ્લો ઘટે છે. કારણ કે મોટા ભાગની લોન વ્યાજ દરથી સંવેદનશીલ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
