Weather Update: રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર, વરસાદ અને હિમવર્ષાની આગાહી
Weather Update: ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, ઠંડીનો પારો હજુ ગગડશે. રાજ્ય તથા દેશમાં વરસાદી માહોલ ઉભો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેમાં સવારે અને મોડી રાત્રે ઠંડી તો બપોરે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે નલિયા 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે.
26 ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થાય તેવી શકે છે. ગુજરાતમાં વાદળો છવાઇ જવાથી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. 28 ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાદળો છવાના કારણે ગરમીનું પ્રમાણ વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. 15 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) હવામાન સંબંધિત સતત અપડેટ્સ જાહેર કરે છે. જેના કારણે લોકોને હવામાનના ઉતાર-ચઢાવની તમામ માહિતી મળતી રહે છે. હવામાન વિભાગ દૈનિક હવામાન પેટર્ન પર અપડેટ્સ આપે છે. દરમિયાન, તેમણે 26 અને 27 ફેબ્રુઆરીએ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ પહેલા પણ IMD એ પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ અનુમાન એકદમ સચોટ નીકળ્યું. ગઈકાલે એટલે કે શનિવારે હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
વરસાદની સાથે પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠંડી એટલી વધી ગઈ કે લોકોએ હીટર બહાર કાઢવુંપડ્યું. કુલ્લુ, શિમલા, સિરમૌર સહિત અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું હતું. તે જ સમયે, સોમવાર અને મંગળવારે વધુ હિમવર્ષા થઈ શકે છે.
હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફ જોવા માટે આવી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરનું હવામાન એકદમ સ્વચ્છ છે. લોકો સૂર્યપ્રકાશનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. દિવસ દરમિયાન જાણે ઠંડી જતી રહી હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય ભારતમાં બે રાજ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
