બજેટ 2025 ટકાઉ વિકાસ માટેનો પાયો નાખશે: ધનપત નહાટા, એસ્સાર ગૃપ
Union Budget 2025: 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટ પર ઘણા રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ઘણા લોકોએ તેને આવકાર્યું છે, તો ઘણા લોકોએ બજેટને વખોડ્યું હતું.
કેન્દ્રીય બજેટ 2025-26 પર એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનર ધનપત નહાટાએ પોતાની પ્રતિક્રિયા
આપી હતી.
ધનપત નહાટાએ જણાવ્યું હતું કે, વર્તમાન ભૂરાજકીય ક્ષેત્રને જોતા ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પૈકીની એક તરીકે તેની સ્થિતિને જાળવી રાખવા માટે નિર્ણયાત્મક અને ભવિષ્યલક્ષી નાણાંકીય રૂપરેખા રાખવાની જરૂર છે.
એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2025 માટે જીડીપીના 4.8 ટકાની લક્ષ્યાંકિત નાણાંકીય ખાધ અને આગામી વર્ષોમાં તેને ઘટાડવા માટે સુનિશ્ચિત યોજના સાથે આ બજેટ ટકાઉ વિકાસ માટે પાયો નાંખે છે, આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે અને વૈશ્વિક બજારમાં ભારત સ્થિતિસ્થાપક રહે તે સુનિશ્ચિત કરે છે.

ધનપત નહાટાએ જણાવ્યું હતું કે, 2025નું કેન્દ્રીય બજેટ લક્ષ્યાંકિત, વ્યૂહાત્મક રોકાણો સાથે નાણાંકીય શિસ્તતાને અસરકારક રીતે સંતુલિત કરે છે. મેરિટાઇમ, એનર્જી ટ્રાન્ઝિશન અને માઇનિંગ જેવા મહત્વના સેક્ટર્સ પર ધ્યાન આપીને સરકારે વિકસિત ભારત માટેનો પાયો નાંખ્યો છે.
એસ્સાર કેપિટલ મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે, આ રોકાણો નવીનતાને તથા રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે, જે સુનિશ્ચિત કરશે કે આર્થિક વિકાસ સ્થિતિસ્થાપક, ટકાઉ અને સમાવેશક રહે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
