Union Budget 2020: મહિલા નાણામંત્રી પાસે મહિલાઓને છે આ આશાઓ
મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના આ બજેટથી મહિલાઓને ખાસ આશાઓ છે.
મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનુ બીજુ બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકારના આ બજેટથી મહિલાઓને ખાસ આશાઓ છે. નાણામંત્રી પોતે એક મહિલા છે એટલા માટે દેશની મહિલાઓને પણ તેમના ખાસ આશાઓ છે. મહિલાઓને આશા છે કે નાણામંત્રી મહિલાઓને બજેટમાં રાહત આપશે.

બજેટ 2020 માટે મહિલાઓને આશા છે કે તેમના કિચનનો ખર્ચ ઓછો થશે. મોંઘવારીની માર સહન કરી રહેલા દેશવાસીઓને આશા છે કે બજેટમા તેમને રાહત મળશે. ડુંગળી, લસણ, દાળના આકાશને આંબતા ભાવોએ કિચનની બજેટ બગાડી દીધુ છે. માટે મહિલાઓને આશા છે કે સરકાર આ સામાન્ય બજેટમાં તેમને કંઈક રાહત આપી શકે છે. મહિલાઓને આશા છે કે બજેટ બાદ બેલગામ મોંઘવારી પર કાબુ મેળવી શકાશે. વળી, મહિલા સુરક્ષા વિશે નાણામંત્રી ઘોષણા કરશે. મહિલાઓને આશા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ મહિલા સશક્તિકરણ તેમજ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા સંબંધિત જાહેરાતો કરશે.
વળી, મહિલાઓ સુરક્ષા વિશે પણ ગંભીર છે અને મોદી સરકારના આ બજેટથી આશા લગાવીને બેઠી છે કે સરકાર તેમને રાહતભર્યા સમાચાર આપશે. મહિલાઓને આશા છે કે મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિર્ભયા ફંડને બરાબર લાગુ કરવો જોઈએ. વળી, આશા છે કે સરકાર ઘરેલુ ટેક્સની સીમાથી બહાર રાખશે. વળી, મ્યુચ્યુઅલ ફંડ્ઝ, વીમા અને બંક એફડીમાં મહિલાઓને પ્રાથમિકતા મળવાની આશા રાખીને મહિલાઓ બેઠી છે. ઉલ્લેખનીય છે કે ગયા બજેટમાં નાણામંત્રીએ મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઘોષણાઓ કરી હતી. મુદ્રા યોજના હેઠળ મહિલાઓને સસ્તી લોન, મહિલા ઉદ્યમીઓને એક લાખ સુધીની લોન આપવાની ઘોષણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
