કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ, ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર
લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર તેનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના અંતિમ બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે.
લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર તેનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના અંતિમ બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે. આશા કરવામાં આવે છે કે અંતિમ બજેટમાં સરકાર નોકરિયાત લોકોને મોટી રાહત આપી શકે. સીએનબીસી ટીવી18 ની રિપોર્ટ અનુસાર સરકાર 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ઇનકમ ટેક્સના દાયરાથી બહાર મૂકી શકે છે.

એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે છે. કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ઇનકમ ટેક્સના દાયરા માંથી બહાર રાખવા માટે વિચારણા કરી રહી છે. એવી આશા કરવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર તેની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ક્ષણે આ છૂટ 2.5 લાખ રૂપિયા સુધીની છે. આ પછી 2.5 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. 5 લાખ રૂપિયા થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને તેનાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.
આ પણ વાંચો: બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ
એવું માનવામાં આવે છે કે સરકાર 80c હેઠળ મળતી છૂટછાટની સીમા પણ 3 લાખ રૂપિયા કરી શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ પણ આની ભલામણ કરી છે. આ ભલામણ પાછળ દલીલ કરવામાં આવી છે કે આનાથી લોકોમાં બચતની પ્રવૃત્તિમાં વધારો થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
