રૂપિયા 1400 કરોડની અઘોષિત આવક મળી આવી

સૂત્રોએ જણાવ્યું કે અધિકારીઓ દ્વારા આ શંકાસ્પદ આર્થિક વ્યવહારો અંગેના રિપોર્ટ (એસટીઆર)ની તપાસ બાદ 1408 કરોડ રૂપિયાની અધોષિત આવક અને સંપત્તિ પકડી પાડી છે. એસટીઆર રૂપિયા 10 લાખ કે તેનાથી વધારે મૂલ્યના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અંગે હોય છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એફઆઇયુએ સીબીડીટીને 32,098 એસટીઆર મોકલી હતી. આવકવેરા વિભાગે દેશભરમાં અંદાજે 21 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ તેમાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારોની તપાસ પૂરી કરશે.
સૂત્રોએ જણાવ્યું કે સીબીડીટી પોતાની તપાસ પૂરી કરવા માટે સંબંધિત એજન્સીઓ અને રાજ્ય સરકારોના સંપર્કમાં છે. એફઆઇયુ દ્વારા મોકલવામાં આવેલા એસટીઆર બેંકિંગ લેણદેણ વ્યવહારો બેંકમાં રોકડ જમા કરાવવા, ચેક વટાવવા અને લોકોની વચ્ચેના બેંકના વ્યવહારો સંબંધિત છે.
એફઆઇયુએ વર્ષ 2011-12માં કુલ 13,871 એસટીઆર એકત્ર કર્યા હતા. તેમાંથી સૌથી વધારે 10,956 સીબીડીટી, 1615 પ્રવર્તન નિર્દેશાલય, 1130 કેન્દ્રીય ઉત્પાદ ખાનગી મહાનિર્દેશાલયને મોકલી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત 117 એસટીઆર સેબી, 51 ભારતીય રિઝર્વ બેંક અને બે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઇરડા)ને મોકલવામાં આવ્યા હતા.
સરકારે દેશમાં કાળા નાણાના પ્રવાહને અંકુશ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. આ પૂર્વે આ જ વર્ષમાં સરકારે કાળા નાણા સંબંધિત વિવિધ માહિતીના વધારે સારા સંયોજન માટે ઓનલાઇન ડેટા બેંક અને વર્ચ્યુઅલ ઓફિસ પણ શરૂ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
