માત્ર એક મિસ કોલ કરીને જાણી શકાય છે UAN Number, જાણો કેવી રીતે?
ઈપીએફ ખાતા ધારકો માટે યુએન નંબર મહત્વનો છે. નોકરી કરતા કર્મચારીઓના પગારનો એક ભાગ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં જમા થાય છે અને તેને યુએએન નંબર દ્વારા જાણી શકાય છે.
ઘણી વખત યુનિવર્સલ એકાઉન્ટ નંબર ભૂલાઈ જાય અથવા તે ક્યાંક ખોવાઈ જાય છે ત્યારે આપણને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ યુનિવર્સલ એકાઉન્ટ નંબર 12 અંકનું એક ID છે, જે તમારા બેંક એકાઉન્ટ નંબર જેવો જ છે. આના દ્વારા કર્મચારીઓ તેમના EPF બેલેન્સની તપાસ કરી શકે છે અને તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને પણ ઓપરેટ કરી શકે છે.
જો તમે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર ભૂલી જાઓ તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવી પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સરળતાથી રિકવર કરી શકો છો.
તમે ગમે તેટલી વાર નોકરી બદલો પરંતુ તમારું પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ એ જ રહે છે અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર બદલાતો નથી. આમાં તમારી પાસે બે રીત છે, એક તમે EPFO પોર્ટલ પર જઈને તમારો નંબર રિકવર કરી શકો છો અથવા તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ આપીને તમારા EPF એકાઉન્ટનો UN નંબર જાણી શકો છો.
જો તમે કામ કરી રહ્યા છો અને આકસ્મિક રીતે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર ખોવાઈ ગયો છે, તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તો તમે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સરળતાથી જાણી શકો છો.
આ માટે તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ આપવાનો રહેશે અને થોડીવાર પછી તમારા મોબાઈલ પર UAN નંબર આવે છે. જો તમે તમારો UN નંબર જાણવા માગો છો, તો તમે 01122901406 મોબાઈલ નંબર પર મિસ્ડ કૉલ કરીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર સરળતાથી જાણી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
