ટ્રાઇએ કરી ઘોષણાઃ ફ્રી નહીં સસ્તું થશે રોમિંગ
નવી દિલ્હી, 17 જૂનઃ દેશભરમાં રોમિંગ સેવા નિશુલ્ક કરવાના સરકારના નિર્ણયથી કંપનીઓને થોડીક રાહત આપતા ટ્રાઇએ તેમને એક જૂલાઇથી એક નિશ્ચિત રકમ લેવાની છૂટછાટ આપવાની ઘોષણા કરી છે.
સરકારે નવી દૂરસંચાર નીતિની ઘોષણા કરતા રોમિંગ સેવાને સંપૂર્ણપણે શુલ્ક મુક્ત કરવાનો પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ ટ્રાઇએ સોમવારે કહ્યું કે, હાલની સ્થિતિમાં આ પગલું ઉઠાવવુંએ વ્યવહારિક નહીં હોય, કારણ કે આમ કરવાથી કંપનીઓ પોતાની લાગતને પૂરી નહીં કરી શકે. હાલ ઓપરેટર રોમિંગ માટે ઉપભોક્તાથી વધારે શુલ્ક વસુલે છે. કંપનીઓએ રોમિંગ સેવા નિશુલ્ક આપવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નિયામક સંસ્થાએ તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. ટ્રાઇના નિર્ણય અનુસાર એક જૂલાઇથી મોબાઇલ ઉપભોક્તાએ રોમિંગ માટે એક નિશ્ચિત રાશી ચુકવવી પડશે.
ટ્રાઇએ રોમિંગના વધારે શુલ્કને ઓછા કરી દીધા છે. રોમિંગ દરમિયાન કોલ કરવા પર અધિકતમ શુલ્ક 1.40 રૂપિયાથી ઘટાડીને એક રૂપિયા કરી દીધા છે. રોમિંગ દરમિયાન એસટીડીમાં અધિકતમ 2.40 પૈસા પ્રતિ મિનિટથી ઘટાડીને 1.50 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
