રોકાણ માટેના ટૉપ 5 વિકલ્પો, જે આપે છે 10.50 ટકા સુધીનું વ્યાજ
બેંકોના ફિક્સ ડિપોઝીટ(એફડી)ના વ્યાજ દરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શેયર બજારમાં મચેલી ઉથલ-પાથલને કારણે તમારે તમારા પૈસા કઈ જગ્યાએ રોકવા તે મોટો પ્રશ્ન છે.
બેંકોના ફિક્સ ડિપોઝીટ (એફડી) ના વ્યાજ દરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શેયર બજારમાં મચેલી ઉથલ-પાથલને કારણે તમારે તમારા પૈસા કઈ જગ્યાએ રોકવા તે મોટો પ્રશ્ન છે. જો કે હજુ પણ રોકાણ માટેની ઘણી સારી તકો છે, જ્યાં તમને 10.50 સુધીનું વ્યાજ મળી શકે છે. અહીં તમે ઈચ્છો તો તમને દર મહિને વ્યાજ મળી શકે છે. સાથે જ ત્રિ-માસિક-છ માસિક અને વાર્ષિક વ્યાજ પણ મેળવી શકો છો. ઉપરાંત જો વચ્ચે વ્યાજ જોઈતુ નથી તો અંતે પૂરાં પૈસા સાથે પણ વ્યાજ લઈ શકો છો. ટાટા ગ્રુપની ટાટા કેપિટલ જેવી કંપની આવી તક આપી રહી છે, જ્યારે બીજી પણ 4 કંપનીઓ છે જે તમારા પૈસા પર સારુ વ્યાજ આપે છે.

ટાટા કેપિટલ ફાઈનેંશિયલ સર્વિસની ઓફર
ટાટા કેપિટલ ફાઈનેંશિયલ સર્વિસ પોતાના નૉન કન્વર્ટિબલ ડિબેંચર(એનસીડી)લઈને આવી રહી છે. જે 13 ઓગસ્ટ 2019ના રોજ ખુલશે અને 23 ઓગસ્ટ 2019ના રોજ બંધ થઈ જશે. પણ જો કંપનીને તેના પૈસા પહેલા જ મળી જશે તો તેને વહેલી પણ બંધ કરી શકે છે. કંપની ટ્રિપલ એ રેટેડ કંપની છે. તે રોકાણના 4 વિકલ્પ આપી રહી છે. અહીં 36 મહિના, 60 મહિના, 96 મહિના અને 120 મહિના એટલે કે 10 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. કંપની તેના પર 8.45 ટકાથી લઈ 8.85 ટકા સુધીના વ્યાજની ઓફર કરી રહી છે.

જેએમ ફાઈનેંશિયલ ઓફર
જેએમ ફાઈનેંશિયલ પણ પોતાનું નૉન કન્વર્ટિેબલ ડિબેંચર(એનસીડી)લઈને આવી ગઈ છે. તેનું એનસીડી રોકાણ માટે ખુલી ગયુ છે અને તેમાં 4 સપ્ટેમ્બર 2019 સુધી રોકાણ કરી શકાય છે. પણ જો કંપનીને પોતાની શરતો અનુસાર પૈસા મળી જશે તો તે પણ વહેલા બંધ કરી શકે છે. આ ડબલ એ રેટેડ એનસીડી છે. અહીં રોકાણ કરનારાઓને માસિક, વાર્ષિક અથવા મેચ્યોરિટી પર વ્યાજ સાથે પૈસા લેવાનો વિકલ્પ મળી રહ્યો છે. રોકાણ 38 મહિને, 60 મહિને અને 84 મહિના માટે રોકાણ કરી શકાય છે. જ્યાં સુધી વ્યાજની વાત છે તો અહીં 9.85 ટકા થી લઈ 10.40 ટકા સુધીના વ્યાજની ઓફર કરવામાં આવી રહી છે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનેંશિયલની ઓફર
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનેંશિયલ પોતાની એનસીડીની ઓફર લઈને આવી ચૂક્યુ છે. તે રોકાણ માટે ખુલ્લુ છે. તેમાં 16 ઓગસ્ટ 2019 સુધી રોકાણ કરી શકાશે. અહીં રોકાણ કર્યા બાદ વ્યાજ મંથલી અને વાર્ષિક મળશે. રોકાણકાર ઈચ્છે તો મેચ્યોરીટી સમયે વ્યાજ સાથે પૂરાં પૈસા પણ લઈ શકે છે. અહીં 30 મહિના, 42 મહિના, 60 મહિના ઉપરાંત 84 મહિના રોકાણનો વિકલ્પ છે. જ્યારે વ્યાજદરની વાત કરીએ તો અહીં 9.12 ટકાથી લઈ 9.70 ટકા સુધીના વ્યાજની ઓફર કરાઈ રહી છે. આ એનસીડીની રેટિંગ ડબલ એ પ્લસની છે.

ઈન્ડિયા ઈંફોલાઈન ફાઈનાન્સની ઓફર
ઈન્ડિયા ઈંફોલાઈન ફાઈનાન્સ એનસીડીની ઓફર બજારમાં ઉતરી ચૂકી છે. તેની એનસીડીમાં 30 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકાશે. અહીં માસિક, ત્રિ-માસિક, છ-માસિક વ્યાજ મળે છે. જ્યારે રોકાણની વાત કરીએ તો 15 મહિના, 39 મહિના અને 69 મહિના સુધી રોકાણ કરવાનો વિકલ્પ છે. આ એનસીડીમાં રોકાણ કરવાથી 9.50 ટકાથી લઈ 10.50 ટકા સુધીનું વ્યાજ કમાઈ શકાય છે. આ એનસીડીની રેટિંગ ડબલ એ છે.

ઈન્ડિયાબુલ્સ કન્ઝ્યુમર ફાઈનાન્સની ઓફર
ઈન્ડિયાબુલ્સ કન્ઝ્યુમર ફાઈનાન્સની એનસીડી રોકાણ માટે ખુલી ચૂકી છે. આ એનસીડીમાં 30 ઓગસ્ટ 2019 સુધી રોકાણ કરી શકાશે. અહીં માસિક અને વાર્ષિક વ્યાજ મળી શકે છે. ઉપરાંત રોકાણકાર ઈચ્છે તો તે મેચ્યોરિટી સમયે પૂરાં વ્યાજ સાથે પૈસા લઈ શકાય છે. અહીં 400 દિવસ, 24 મહિના, 36 મહિના અને 60 મહિના માટે રોકાણ કરી શકાય છે. આ એનસીડીને ડબલ એ રેટિંગ મળેલી છે.
આ પણ વાંચો: આ પાંચ બેન્કમાં છે તમારી FD, તો તાત્કાલિક ચેક કરો, વ્યાજદર ઘટ્યા છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
