પૈસા કમાવવા છે! તો અપનાવો આ ઓનલાઇન બિઝનેસ આઇડિયા
દરેકને પૈસા કમાવવા ગમે છે. કમાણી સાથે થોડીક સાઇડ ઇનકમ પણ મળી જાય તો મોંધવારીના આ જમાનામાં જલાસો પડી જાય તેવી ઇચ્છા દરેકના મનમાં હોય છે. પણ જ્યારે વાત વેપાર કરવાની આવે છે ત્યારે મોટા ભાગના લોકો તેમાં કરવા પડતા રોકાણને કારણે પાછા પાની કરી લે છે. પણ હવે સમય બદલાયો છે અને વેપાર કરવાની રીત પણ. હવે નવી નવી તકો અને નવી નવી રીતોએ બિઝનેસને એક નવા મુકામ પર મૂકી દીધો છે.
તો જો તમે પણ ઓનલાઇન બિઝનેસ કરીને નાણે નાથાલાલ બનવાના સપના જોઇ રહ્યા છો તો આ આર્ટીકલ જરૂરથી તમારા કામમાં આવશે. કારણ કે આજે અમે તમને કેટલાક તેવા ઓનલાઇન બિઝનેસ કરવાના આઇડિયા આપવાના છીએ જેમાં તમે કંઇ ખાસ રોકણ ના કરીને પણ તમારી પર પૈસાના વરસાદ કરી શકો છો. તો પછી રાહ સાની જુઓ છો વાંચો આ નીચેનો ફોટોસ્લાઇડર શું ખબર કોઇ આઇડિયા તમારાય કામમાં લાગી જાય. અને હા એકલા એકલા લાડવા ના ખાતા. આ આર્ટીકલને શેયર કરીને બીજાને પણ લાભ લેવા દેજો.

ડોમેન બનાવો અને વેચે
અનેક લોકો પૈસા કમાવવા માટે ડોમેન ખરીદવા અને વેચવાનું કામ કરતા હોય છે. મોટેભાગે આ લોકો રજિસ્ટ્રેશન કિંમત કે પછી તેનાથી પણ ઓછી કિંમતમાં ડોમેન ખરીદે છે. અને પછી તેને મોટી કિંમતે વેચી દે છે. અને પોતાનો ફાયદો કમાઇ લે છે. આ માટે Afternic.com, Sedo.co.uk જઇને તમે પણ જોઇ શકો છો કયું નામ અને કયું ડોમેન વધુ પ્રસચિત છે.

બ્લોગ બનાવવો
જો તમે લખવાનો શોખ હોય તો તમે પોતાનો બ્લોગ પણ શરૂ કરી શકો છો. બ્લોગ બનાવવા માટે કોઇ ટેકનિકલ નોલેજની જરૂર નથી. ખાલી સારા રસપ્રદ આઇડિયા શોધો અને પછી એડવેટાઇજિંગ દ્વારા પૈસા કમાવો.

સાઇટ પર લખો
જો તમને બ્લોગ લખવો અને તેને સાચવવો થોડો મુશ્કેલ લાગતો હોય તો તમે બીજી સાઇટ પર લખી પણ શકો છો. જે માટે સાઇટ તમને પર પોસ્ટ કિંમત પણ આપશે. આ દ્વારા તમે તમારી રાઇટિંગના શોખની સાથે કમાણી પણ કરી શકશો.

પોતાની સાઇટ પર એડ
જો તમે કોઇ સાઇટ કે બ્લોગના માલિક છો તો એડ દ્વારા પણ રૂપિયા કમાવી શકો છો. બસ તમારે તમારી સાઇટનો થોડો ભાગ વિજ્ઞાપનને આપવાનો રહેશે.

ફોટોગ્રાફી
જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે આ દ્વારા સારા પૈસા કમાઇ શકો છો. તમે સારો ફોટો ખેંચીને તેને ઓનલાઇન વેચી શકો છો.

ઘરે બેસીને કરો આસિસ્ટટ
વર્ચુઅલ આસિસ્ટન્ટ પણ કોઇ અન્ય આસિસ્ટન્ટની જેમ કામ કરી શકે છે. તેમનું કામ આસિસ્ટન્ટ કે સેક્રેટરી જેવું હોય છે. બસ આ માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે.

રિસર્ચ કરીને કમાવો
અઠવાડિયામાં થોડોક સમય તમે અમુક મુદ્દા પર રિચર્સ કરીને કમાણી કરી શકો છો. અનેક કંપનીઓ રિસર્ચ માટે મદદ શોધતી રહે છે.

ક્રિએટીવીટી યુઝ
જો તમે ક્રિએટીવ હોવ તો તમે પોતે પોતાને બ્રાન્ડ કરીને પ્રમોટ કરો. વિવિધ આઇડિયા અને ડિઝાઇન સાઇટ પર અપલોડ કરો જો કોઇને તે પસંદ આવે તો કંપની આ ડિઝાઇનને તેમના પ્રોડક્ટ પર લગાવી તેને વેચશે અને તમને પણ કમીશન આપશે.

ડિઝાઇન કરો
જો તમને વેબ ડિઝાઇનિંગ આવડતી હોય તો તમે ઘરે બેસીને પોતાનો વેબ ડિઝાઇનીંગનો વેપાર શરૂ કરી શકો છો. કે પછી અન્ય માટે ઓનલાઇન કામ પણ કરી શકો છો.

યૂટ્યૂબ પ્રમોશન
જો તમારી કોઇ વેબસાઇટ કે બ્લોગ હોય તો તેને યૂટ્યૂબ પર પ્રમોટ કરો. આમ કરવાથી તમારી સાઇટને સારો ટ્રાફિક પણ મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
