રેકોર્ડ સ્તરે તુટ્યો રૂપિયો, ડોલરના મુકાબલે 42 પૈસા તુટી 80.38એ પહોંચ્યો
ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં ગુરુવારે સવારે કારોબાર શરૂ થતાની સાથે જ યુએસ ડૉલરની સરખામણીએ તે 42 પૈસા ઘટીને 80.38 પર આવી ગયો છે. આવી સ્થિતિમાં રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહે
ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં ગુરુવારે સવારે કારોબાર શરૂ થતાની સાથે જ યુએસ ડૉલરની સરખામણીએ તે 42 પૈસા ઘટીને 80.38 પર આવી ગયો છે. આવી સ્થિતિમાં રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા બુધવારે ભારતીય રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 79.9750 પર બંધ થયો હતો, જ્યારે બુધવારે સવારે 79.79 પર ટ્રેડિંગ શરૂ થયું હતું. રૂપિયો નિમ્ન સ્તરે પહોંચતા જ વિપક્ષને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

વાસ્તવમાં બુધવારે ડૉલર ઇન્ડેક્સ 110.87 પર પહોંચી ગયો હતો, જે બે વર્ષનો સર્વોચ્ચ સ્તર છે. આ પછી, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે તેમણે આ પગલું ભર્યું છે. સતત ત્રીજા વધારા પછી બેંકનો બેન્ચમાર્ક ફંડ રેટ 3% થી વધીને 3.25% થયો છે. નિષ્ણાતોના મતે 2023 સુધીમાં વ્યાજ દર વધીને 4.6 ટકા થઈ શકે છે, જેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
