ટૂંક સમયમાં ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ શરૂ થશે
જેમ જેમ તહેવારની સીઝન નજીક આવી રહી છે તેમ ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરવાની તૈયારી કરી રહી છે.
જેમ જેમ તહેવારની સીઝન નજીક આવી રહી છે તેમ ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરવાની તૈયારી કરી રહી છે. પાછલા વર્ષોની જેમ આ વખતે પણ ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો માટે બિગ બિલિયન ડેઝ સેલ લાવી રહી છે. ફ્લિપકાર્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેની આગામી બિગ બિલિયન ડેઝ સેલમાં મોબાઇલ એક્સચેન્જો પર આગવો ભાર મૂકવામાં આવશે. જેમાં ગ્રાહકોને જૂના મોબાઇલ ફોનની જગ્યાએ નવો ફોન લેવા પર સારી ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે. આટલું જ નહીં, વેચાણ દરમિયાન ગ્રાહકોને એસી, ફ્રિજ, ટીવી, મોબાઈલ ફોન, એક્સેસરીઝ સહીત અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ તેમજ કપડાં, પગરખાં, બેગ, ઘડિયાળ, ઘરેલુ ઉત્પાદનો વગેરે ઉત્પાદનોની ખરીદી પર ભારે છૂટ આપવામાં આવશે.

સેલમાં મોબાઈલ એક્સચેન્જ ઓફર પણ મળશે
અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, જો જૂના ફોનનું ડિસ્પ્લે તૂટી ગયું હોય અથવા તેમાં કોઈ અન્ય ખામી છે, તો વેચાણ દરમિયાન ગ્રાહકો તેને નવા ફોનમાં બદલી શકે છે. આની સાથે, જે મોબાઇલ ઘણાં જૂના થઈ ગયા છે અથવા જે સ્માર્ટફોનનું ઓનલાઇન એક્ચેન્જ ક્યાંય પણ થઈ શકતું નથી, તે પણ આ સેલમાં વેચી નવો ફોન ખરીદી શકાય છે. જાણકારી આપી દઈએ કે ફ્લિપકાર્ટે આ વર્ષના બિગ બિલિયન ડેઝના વેચાણની તારીખ જાહેર કરી નથી. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો માટે આ સેલ શરૂ કરી શકે છે.

ફ્લિપકાર્ટએ 27 હજાર કરિયાણાના દુકાનદારોને ડિલિવરી સિસ્ટમથી જોડ્યા
બિગ બિલિયન ડે સેલ હેઠળ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ કંપનીએ ભારતમાં 27,000 થી વધુ કરિયાણાના વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. ફ્લિપકાર્ટ આ કરિયાણાની દુકાન દ્વારા નાના ઉત્પાદનોની ફાસ્ટ અને લાસ્ટ માઇલ ડિલિવરી કરી શકશે. જી હા, કંપનીએ કહ્યું કે, કરિયાણાના દુકાનદારોને રાષ્ટ્રીય સ્તરે જોડવાનું કામ આશરે છ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. તહેવારની સિઝનમાં, દેશભરના ગ્રાહકોની માંગમાં વધારો થાય છે અને તેના કારણે અમારા કરિયાણાના ભાગીદારોના વ્યવસાયમાં પણ વધારો થયો છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ
બીજી તરફ, જણાવી દઈએ કે તહેવારની સીઝનમાં, ફ્લિપકાર્ટની જેમ, બીજી મોટી ઇ-કોમર્સ કંપની, એમેઝોન પણ તેના ગ્રાહકો માટે નેવર બિફોર ઓફર્સ સેલ લઈને આવી રહ્યું છે. એમેઝોનના આ વેચાણમાં ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કપડાં, એક્સેસરીઝ, પગરખાં, ઘડિયાળ, ઘરેલુ ઉત્પાદનો વગેરેની ઓફર મળશે. એમેઝોન ઇન્ડિયાએ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે. આ વેચાણમાં, બમ્પર ડિસ્કાઉન્ટ અને બેસ્ટ ડીલમાં ઘણા ઉત્પાદનો ગ્રાહકોને આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સેલનું પોસ્ટર એમેઝોનની વેબસાઇટ પર બહાર પાડવામાં આવ્યું છે. જો ગ્રાહકો એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ટ સાથે ખરીદી કરશે ત્યારે તેમને 10% અતિરિક્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો: મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
