ટેલિકોમ વિભાગનો એરટેલને સાત સર્કલમાં 3G સેવાઓ બંધ કરવાનો આદેશ

આ અંગે ટેલિકોમ વિભાગનું કહેવું છે કે ભારતી એરટેલ આ સાત સર્કલમાં પરવાનગી લીધા વગર 3જી સેવા ચલાવી રહી હતી. ટેલિકોમ વિભાગે એરટેલને એમ પણ કહ્યું છે કે તે આ આદેશ પર તત્કાળ અમલ કરીને 18 માર્ચ, 2013ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં રિપોર્ટ આપે.
સમાચાર એજન્સી પીટીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયે પરવાનગી લીધા વગર સાત સર્કલમાં 3જી સેવા ચલાવવા માટે કંપની પર રૂપિયા 350 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડ ફટકારવાનો નિર્ણય ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલની અનુમતિથી લેવામાં આવ્યો છે. બીજી તરફ ભારતી એરટેલે ટેલિકોમ વિભાગના આ નિર્ણયને પહેલેથી હાઇકોર્ટમાં પડકાર્યો છે.
એરટેલે વર્ષ 2010માં દેશના 22માંથી 13 સર્કલમાં 3જી સેવા સ્પેક્ટ્રમના લાયસન્સ મેળવ્યા હતા. જ્યારે બાકીના સર્કલમાં 3જી રોમિંગ સેવા પૂરી પાડવા માટે લાયસન્સ મેળવનારી અન્ય કંપનીઓ સાથે કરાર કર્યા હતા. ટેલિકોમ વિભાગનું કહેવું છે કે પોતાના લાયસન્સવાળા સર્કલની બહાર 3જી સેવાઓ પૂરી પાડવી ગેરકાયદેસર છે.
ટેલિકોમ વિભાગે આ દિશામાં 23 ડિસેમ્બર, 2011ના રોજ એક આદેશમાં એરટેલ સહિત દેશની તમામ ટેલિકોમ કંપનીઓને જણાવ્યું હતું કે તેઓ એક બીજાના વિસ્તારમાં રોમિંગ સેવાઓ આપવાનું બંધ કરે. પણ ટેલિકોમ કંપનીઓએ આ આદેશ માનવાની જગ્યાએ આદેશને ટીડીસેટમાં પડકાર્યો હતો. કંપનીઓએ દલીલ કરી હતી કે ટેલિકોમ વિભાગના આ આદેશથી ગ્રાહકો અને ટેલિકોમ સેક્ટરમાં રોકાણ કરનાર બંનેને નુકસાન જશે.
આ મુદ્દે ટીડીએસ એ જુલાઇ 2012માં આ અપીલ પર જે નિર્ણય સંભળાવ્યો તે વહેંચાયેલો હતો. બે સભ્યોની બેંચના એક સભ્યએ પોતાના નિર્ણયમાં ટેલિકોમ વિભાગના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે બીજાએ ટેલિકોમ કંપનીઓની દલીલને યોગ્ય માની હતી.
ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો હતો.13 માર્ચના રોજ આઇડિયા સેલ્યુલરની અરજી પર સુનવણી કરતા સમયે ટેલિકોમ વિભાગે તે નિયમને રોક્યો હતો જેમાં 3જી સેવાઓના રોમિંગ માટે ટેલિકોમ ઓપરેટર્સની વચ્ચે પરસ્પરના કરાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
