ભારતની TCSને વિશ્વની ટોચની 10 IT કંપનીઓમાં સ્થાન
બેંગલોર, 22 એપ્રિલ : દેશની અગ્રણી IT કંપની TCS દુનિયાની ટોપ ટેન વૈશ્વિક કંપનીમાં સામેલ થઇ ગઇ છે. વર્ષ 2012માં TCS આ યાદીમાં 13મા સ્થાને હતી જે હવે વર્ષ 2013માં દસમાં સ્થાને પહોંચી ગઇ છે.
આજથી 12 વર્ષ અગાઉ જ્યારે ટીસીએસની મહેસુલી આવક એક અબજ ડોલરની સપાટી પર પહોંચી ત્યારે કંપનીના સીઇઓ એસ રામાદોરઇ દ્વારા વર્ષ 2010 સુધી કંપનીને દુનિયાની ટોપ ટેન કંપનીમાં સામેલ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે આ ટાર્ગેટને હાસલ કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે.

જો કે વર્ષ 2008-09માં આવેલી આર્થિક મંદીના કારણે હાલત કફોડી બની ગઇ હતી. જેથી કંપનીને ટાર્ગેટને હાંસલ કરવામાં સફળતા મળી નથી. હવે કંપની ટોપ ટેનમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહી છે. આવનાર સમયમાં તેની રેકિંગમાં હજુ જોરદાર સુધાર થાય તેવી ધારણા છે.
ટીસીએસની આઇટી ર્સવિસ મહેસુલી રકમ આશરે 10.1 અબજ ડોલરની થઇ ગઇ છે. કુલ રેવેન્યુની રકમ 12.5 અબજ ડોલર છે. આઇબીએમનો આંકડો 54.4 અબજ ડોલર છે. જ્યારે ફુજિત્સુનો આંકડો 32.1 અબજ ડોલર છે. હેવલેટ પેકાર્ડનો આંકડો 29.2 અબજ ડોલરનો રહ્યો છે. અસેન્ચરનો આંકડો 25.4 અબજ ડોલર રહ્યો છે.
આ સર્વે અને અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની ખુબ સારો દેખાવ કરી રહી છે. આ રિસર્ચમાં કંપનીઓની આઇટી ર્સવિસેઝની સરખામણી કરવામાં આવી છે. તેમાં બીપીઓ, આરએડી ર્સવિસેઝનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે.
ભારતીય આઇટી કંપનીઓ કોગ્નિજેન્ટ, ઇન્ફોસીસ, વિપ્રો અને એચસીએલપણ યાદીમાં સામેલ છે. આ રિસર્ચને કરતી વેળા અન્ય અનેક નાની બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. કોગ્નિજેન્ટ 15મા ક્રમાંકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
