મહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે
મહિલા ડ્રાઇવરો માટે ટાટા મોટર્સ અને ટીવીએસ તરફથી સારા સમાચાર. ટાટા મોટર્સ અને ટીવીએસ ગ્રૂપ આગામી મહિનાથી એક સેવા શરૂ કરશે
મહિલા ડ્રાઇવરો માટે ટાટા મોટર્સ અને ટીવીએસ તરફથી સારા સમાચાર. ટાટા મોટર્સ અને ટીવીએસ ગ્રૂપ આગામી મહિનાથી એક સેવા શરૂ કરશે, જેમાં મહિલા ડ્રાઇવરોને રાતના સમયે બ્રેકડાઉનની સ્થિતિમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે સોમવારે ટાટા મોટર્સે આ વિશે જાણકારી આપી છે. બંને કંપનીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા સહાય કાર્યક્રમની શરૂઆત 1 જૂનથી થશે. તમને જણાવી દઈએ કે આ હેઠળ ટાટા મોટર્સના પેસેન્જર વાહનોની મહિલા ડ્રાઇવરોને સાંજના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કટોકટીની સ્થિતિમાં મદદ પૂરી પાડવામાં આવશે.

આ પરિસ્થિતિઓમાં મળશે સહાય
માહિતી અનુસાર ટાટા મોટર્સના નિવેદનમાં જણાવાયું છે કે અકસ્માતની સ્થિતિ, બેટરી સમાપ્ત થાય, ટાયર પંચર, પેટ્રોલ સમાપ્ત થઈ જાય, અથવા મિકેનિકલ ખામીના કારણે ગાડી બંધ થઈ જવાની સ્થિતિમાં મદદ આપવામાં આવશે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રમુખ મયંક પારીકએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉદ્યોગનું આ અભિયાન બતાવે છે કે ટાટા મોટર્સ મહિલા ડ્રાઇવરોની વધતી જતી સંખ્યા અને વેચાણ પછી શ્રેષ્ઠ સુવિધા પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતા જાણવા મળે છે. ટીવીએસએ આ સેવા માટે ટીવીએસ ઓટો એસિસ્ટની શરૂઆત કરી છે.
દેશભરમાં લગભગ 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો
ટીવીએસ ઓટો એસિસ્ટના સીઇઓ મહેશકુમારનું કહેવું છે કે દેશમાં ઘણા મોટા શહેરોમાં 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો છે. અમારું માનવુંએ છે કે મહિલા ડ્રાઇવરો મોડી રાત સુધી ક્યાંક બહાર હોય છે ત્યારે તેમના વાહન માટે મદદની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.
આ પણ વાંચો: ગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર, જાણી લો આ નવા નિયમ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
