લોન ઉપર લઇ રહ્યાં છો ઇલેક્ટ્રિક કાર? દિવાળીમાં કરો મોટી બચત, જાણો શું છે બેંકોનુ વ્યાજ દર
આ તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણી બેંકો આકર્ષક વ્યાજ દરે ઇલેક્ટ્રિક કાર પર લોન આપી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોના વધતા ચલણને જોતા બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. કેટલીક પસંદગીની બેંકો
આ તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘણી બેંકો આકર્ષક વ્યાજ દરે ઇલેક્ટ્રિક કાર પર લોન આપી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોના વધતા ચલણને જોતા બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. કેટલીક પસંદગીની બેંકો પેટ્રોલ કાર કરતા ઓછા વ્યાજ દરે ઇલેક્ટ્રિક કાર પર લોન આપી રહી છે. ચાલો જાણીએ કે કઈ બેંકો ઓછા વ્યાજ દરે ઇલેક્ટ્રિક કાર પર લોન આપી રહી છે.

આ બેંકો આપી રહી છે સસ્તા દરે લોન
BankBazaar.com મુજબ SBI, Axis Bank, Bank of Baroda, Canara Bank અને પંજાબ નેશનલ બેંક જેવી મોટી બેંકો ઈલેક્ટ્રિક વાહનો પર ઓછા વ્યાજ દરો ઓફર કરી રહી છે, જે ગ્રાહકોને ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે આકર્ષિત કરી શકે છે. નીચા વ્યાજ દરને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ઇલેક્ટ્રિક કાર પર વ્યાજ દર સામાન્ય કાર કરતાં 10-30 બેસિસ પોઈન્ટ્સ ઓછો છે.

જાણો બેંકોના વ્યાજ દર
વ્યાજ દરની વાત કરીએ તો જો તમે ઈલેક્ટ્રિક કાર માટે બેન્ક ઓફ બરોડા પાસેથી લોન લો છો, તો તમારે 8.45 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ એક સાદી કાર પર લાગતા વ્યાજ દર કરતા 0.25 ટકા ઓછું છે. બીજી બાજુ જો આપણે જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક SBI વિશે વાત કરીએ, તો અહીં ઈલેક્ટ્રિક કાર પર 7.95 ટકાનો વ્યાજ દર લાગુ છે. જ્યારે સામાન્ય કાર માટે તે 7.80 ટકા છે.

વ્યાજ દરનો તફાવત
જ્યારે તમે Axis Bank ઇલેક્ટ્રિક વ્હીકલ લોન લો છો ત્યારે તમે સંપૂર્ણ 0.50 ટકાની બચત કરી શકો છો. અહીં ઇલેક્ટ્રિક કાર પર તમારે 7.70 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે, જ્યારે સામાન્ય વાહનો માટે તે 8.20 ટકા છે.
જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઇલેક્ટ્રિક કાર માટે 8.40 ટકાના વ્યાજ દરે લોન આપે છે. જ્યારે સામાન્ય કાર માટે આ દર 8.45 ટકા છે. પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો અહીં તમને ઇલેક્ટ્રિક કાર પર 8.55 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે. આ સામાન્ય કાર પર ઉપલબ્ધ 8.65 ટકા વ્યાજ દર કરતાં 0.10 ટકા ઓછું છે.

લોન ભરપાઇનો સમયગાળો
લોનની ચુકવણીનો સમયગાળો બેંકો અનુસાર બદલાય છે. ઉદાહરણ તરીકે, SBI ઈલેક્ટ્રિક કાર લોનની ચુકવણી કરવા માટે ન્યૂનતમ 3 વર્ષ અને વધુમાં વધુ 8 વર્ષની મુદત ઓફર કરે છે. તે જ સમયે, એક્સિસ બેંક સાત વર્ષમાં વ્યાજ સાથે લોન ચૂકવવા માટે સમય આપી રહી છે. મોટાભાગની બેંકો EV લોન પર કોઈ પ્રીપેમેન્ટ શુલ્ક વસૂલતી નથી.
ઘણી બેંકો ઇલેક્ટ્રિક વાહનો માટે લોન પ્રોસેસિંગ ફી પર 0.2-2 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. તે જ સમયે, ઘણી બેંકો લોન પર પ્રી-પેમેન્ટ ફી વસૂલતી નથી. જો તમે પણ આ તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રિક કાર અથવા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે લોન પર ઘણી બચત કરી શકો છો.

સરકાર આપી રહી છે સબસિડી
વાહન પોર્ટલના એક રિપોર્ટ અનુસાર દેશભરમાં 14 લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે. દેશમાં બેટરી સેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે 12 મે, 2021ના રોજ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ) શરૂ કરી છે. આ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક વાહન અને ઘટકો ઉદ્યોગ માટે બજેટમાં 25,938 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ મળશે. તેમણે માહિતી આપી હતી કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થયો છે. આટલું જ નહીં, સરકારે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાતા ચાર્જિંગ સ્ટેશનો પરનો GST દર પણ 18% થી ઘટાડીને 5% કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
