સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે તેજીનો રૂખ

ચાવીરૂપ ઇન્ડેક્સ નવેસરથી વર્ષની સૌથી ઊંચી સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા છે. એસબીઆઈ, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબરો તરફથી કોર્પોરેટ કમાણીના આંકડા જાહેર કરવામાં આવનાર છે. આ તમામ કંપનીના આંકડા ખૂબ સારા રહે તેવી શક્યતા છે જેથી બજારમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી સિઝનમાં વેચવાલીનું દબાણ 6150 અને 6200 (નિફ્ટી) સપાટી ઉપર જોઈ શકાય છે. મૂડીરોકાણકારો પ્રોફીટ બુકીંગની સ્થિતિમાં નજરે પડે તેવી શક્યતા છે.
આ સપ્તાહમાં કમાણી ફરી એકવાર જોવા મળશે. માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. હાલમાં સેન્સેક્સ અઢી વર્ષની ઊંચી સપાટીએ છે. આગામી મોટી સપાટી 21000ની જોવા મળી શકે છે. લિક્વિડીટીની સ્થિતિ પણ ચર્ચાસ્પદ બની છે.
આ મહિનાના ગાળામાં હજુ સુધી બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સમાં ત્રણ ટકાનો વધારો થયો છે. સેન્સેક્સ 20286ની સપાટીએ બંધ રહ્યો હતો જે 5મી જાન્યુઆરી 2011 બાદથી સૌથી ઊંચી સપાટી છે. જાણકાર નિષ્ણાંતોનું કહેવું છે કે સેન્સેક્સ ટૂંકાગાળામાં 21000ની ઊંચી સપાટી ઉપર પહોંચી શકે છે. કારણ કે વિદેશી મૂડીરોકાણકારોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રોકાણકારોનો આત્મવિશ્વાસ અકબંધ રહ્યો છે. આ તમામ પરિબળોને જોતા શેરબજારમાં આ સપ્તાહમાં ખૂબ સારી સ્થિતિ રહી શકે છે. રોકાણ કરવાની યોગ્ય તક દેખાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
