Silver Price Today: વસંત પંચમી પર ચાંદીના ભાવે હોશ ઉડાવ્યા! ₹10,000નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
Silver Price Today: વસંત પંચમીના અવસરે ચાંદીએ રોકાણકારો અને ખરીદદારો બંનેને ચોંકાવી દીધા છે. જ્યાં 22 જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાં 23 જાન્યુઆરી 2026ની સવાર પડતાની સાથે જ ચાંદીએ જોરદાર વાપસી કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી આશરે રૂપિયા 10,000 પ્રતિ કિલો જેટલી મોંઘી થઈ છે અને નવા રેકોર્ડ તરફ વધતી જણાઈ રહી છે.

વાસ્તવમાં, 22 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં અંદાજે 19,000 રૂપિયા પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો હતો. દિવસની શરૂઆત 3,03,584 રૂપિયા પ્રતિ કિલો પર થઈ હતી અને બંધ થતા સુધીમાં ભાવ 2,99,711 રૂપિયા સુધી ગગડ્યા હતા. આના એક દિવસ પહેલા ચાંદી 3,19,097 રૂપિયા પર બંધ થઈ હતી અને કારોબાર દરમિયાન 3,20,075 રૂપિયા પ્રતિ કિલોનો 'ઓલ ટાઈમ હાઈ' રેકોર્ડ પણ બનાવ્યો હતો.
આ ભારે ઉતાર-ચઢાવ વચ્ચે Silver ETFs પણ ચર્ચામાં રહ્યા. 22 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટાટા સિલ્વર ETF જેવા ફંડ્સ લગભગ 24 ટકા સુધી તૂટ્યા હતા, જ્યારે તે જ દિવસે MCX પર ચાંદીની કિંમતમાં માત્ર 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો ચાંદીની નબળાઈ નહીં, પરંતુ બજેટ પહેલા બજારમાં સ્પેક્યુલેટિવ પ્રીમિયમના અનવાઈન્ડિંગનું પરિણામ હતું.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, ચાંદીનો હાજર ભાવ 93.94 ડોલર પ્રતિ ઔંસ ની આસપાસ છે. આ અગાઉ મંગળવારે તે 95.78 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગઈ હતી. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં ઉતાર-ચઢાવ છતાં ચાંદીની લાંબા ગાળાની ચમક અકબંધ છે.
Silver Rate In India: 23 જાન્યુઆરી 2026: દેશના 25 મુખ્ય શહેરોમાં આજનો ભાવ
🔹દિલ્હી: ₹3,400 (10 ગ્રામ) | ₹3,4000 (100 ગ્રામ) | ₹3,40,000 (એક કિલો)
🔹મુંબઈ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹કોલકાતા: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ચેન્નાઈ: ₹3,600 | ₹36,000 | ₹3,60,000
🔹પટના: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹લખનૌ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹કાનપુર: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹મેરઠ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹અયોધ્યા: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ગાઝિયાબાદ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹નોઇડા: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ચંદીગઢ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ગુરુગ્રામ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹જયપુર: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹અમદાવાદ: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹પુણે: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹લુધિયાણા: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ગુવાહાટી: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ઈન્દોર: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹બેંગ્લોર: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹ભુવનેશ્વર: ₹૩,૬૦૦ | ₹36,000 | ₹3,60,000
🔹કેરળ: ₹3,600 | ₹36,000 | ₹3,60,000
🔹રાયપુર: ₹3,400 | ₹34,000 | ₹3,40,000
🔹હૈદરાબાદ: ₹3,600 | ₹36,000 | ₹3,60,000
🔹કટક: ₹3,600 | ₹36,000 | ₹3,60,000
દેશમાં સોના અને ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોના અને ચાંદીના દર આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત શુલ્ક, ટેક્સ, સ્થાનિક માંગ અને સપ્લાય જેવા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત લગ્નગાળો અને તહેવારોની સીઝનમાં માંગ વધવાથી પણ કિંમતોમાં તેજી જોવા મળે છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ અને રોકાણકારોના સેન્ટિમેન્ટ્સ પણ કિંમતી ધાતુઓના ભાવ પર મોટી અસર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
