મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા
મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા
નવી દિલ્હીઃ પીએમ મોદીએ પોતાના બીજા કાર્યકાળના પહેલા 100 દિવસમાં કેટલાય ક્ષેત્રે સારા આંકડા હાંસલ કર્યા પરંતુ વ્યાપાર અથવા આર્થિક મોર્ચે તેમણે માત્ર નિરાશ કર્યા છે. કેમ કે અત્યારનો સમય શેર માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે બહુ નિરાશાજનક રહ્યો છે. આ કારણે જ એનડીએની શાનદાર જીત અને શરુઆતી ફીલ-ગુડ માટે ઈક્વિટી રોકાણકારોની 14 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બરબાદ થઈ ગઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને આર્થિક વિકાસને નિયંત્રિત કરવા માટે પાછલા એક મહિનામાં બેક ટૂ બેક ઉપાયોની ઘોષણા કરી છે પરંતુ ઈક્વિટી રોકાણકારોને રાહત ન મળી. જ્યારે વિશ્લેષકોએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં મંદીને પટરી પર લાવવા માટે સમય લાગશે. પડાકરજનક વૈશ્વિક પૃષ્ઠભૂમિને જોતા તેમણે રોકાણકારોને ધીરજ રાખવા અને પુનરુદ્ધારના શરૂઆતી સંકેતોની તલાશ કરવાની સલાહ આપી છે.
30 મેના રોજ પીએમ મોદીએ બીજીવાર શપથ ગ્રહણ કર્યા બાદથી બીએસઈ પર કારોબાર કરતા માત્ર 14 ટકા શેરોમાં સકારાત્મક રિટર્ન આપવામાં સફળતા હાંસલ કરી. જ્યારે મોટાભાગના શેરોમાં નુકસાન જ સહન કરવું પડ્યું છે. બીએસઈ પર 2664 સક્રિય રૂપે કારોબાર કરેલ શેર બજારમાંથી 2290ની કિંમતના 96 ટકા સુધી પટકાયા. તેમાંથી 422માં 40 ટકાથી વધુ 1371માં 20 ટકાથી વધુ, જ્યારે 1872માં 10 ટકાથી વધુ ગિરાવટ આવી છે.
બીએસઈ-સૂચીબદ્ધ શેરોનું સંયુક્ત બજાર મૂલ્ય 14.15 લાખ રૂપિયાથી ગગડીને 140 લાખ કરોડ પર આવી ગયું છે. અર્થવ્યવસ્થામાં મંદી અને રૂપિયો નબળો પડવાથી વિદેશી રોકાણકારોમાં મોદી 2.0ના પહેલા 100 દિવસ દરમિયાન ઘરેલૂ બજારથી 31700 કરોડ રૂપિયા કાઢ્યા છે. સરકાર તરફથી કરવામાં આવેલ તાજેતરની ઘોષણાઓથી પણ હજુ સુધી કોઈ અસરકારક પરિણામ હાંસલ થયું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
