SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા
બેન્ક એકાઉન્ટ ધારકો વધુ પ્રમાણમાં ATM નો ઉપયોગ કરે છે. ATM દ્વારા લોકો 24 કલાક પૈસા ઉપાડી શકે તેવી સુવિધા મળે છે.
બેન્ક એકાઉન્ટ ધારકો વધુ પ્રમાણમાં ATM નો ઉપયોગ કરે છે. ATM દ્વારા લોકો 24 કલાક પૈસા ઉપાડી શકે તેવી સુવિધા મળે છે. ATM માં સુવિધાઓ સાથે, ખતરો પણ વધી રહ્યો છે. બેન્કિંગ ફ્રોડના નવા નવા કેસ સામે આવી રહ્યા છે. ATM ને હેક કરીને લોકો સાથે ફ્રોડ કરી તેમના એકાઉન્ટ ખાલી કરવામાં આવે છે, પરંતુ હવે એવું બનશે નહીં. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) એ તેના ખાતાધારકો માટે નવી સર્વિસ વાળું ATM કાર્ડ જારી કર્યું છે. આ ATM કાર્ડમાં તમને તમારા મુજબ તેને નિયંત્રિત કરવાની સુવિધા મળશે.
આ પણ વાંચો: RBIની આ એપ અસલી અને નકલી નોટ ઓળખવામાં મદદ કરશે

SBI નું નવું એટીએમ
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ તેના ગ્રાહકો માટે એક એવું ATM કાર્ડ જારી કર્યું છે, જેમાં તમને તમારા અનુસાર નિયંત્રિત કરવા માટેની સુવિધા મળે છે. એસબીઆઈની આ સર્વિસ ક્વિક દ્વારા મળશે. એસબીઆઇ ક્વિકમાં ATM કાર્ડ માટે ઘણી વિવિધ સુવિધાઓ છે. તમે તેના દ્વારા તમારા ATM ને ON-OFF કરી શકો છો.

એટીએમ ON-OFF ની સુવિધા
એસબીઆઈની આ સેવામાં, ગ્રાહકોને એપ દ્વારા તેમના ATM કાર્ડને બ્લૉક કરવા, ઓન અથવા ઓફ કરવાની અને ATM PIN જનરેટ કરવાની સુવિધા મળશે. આનો અર્થ છે કે તમે એક એપની મદદથી તમારા કાર્ડની સંપૂર્ણ સુરક્ષા કરી શકો છો. તમે એસબીઆઈના આ એપનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરી શકો છો જયારે આ એપ તે મોબાઇલ નંબર પર ડાઉનલોડ કરવામાં આવશે, જે મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ હોય.

કેવી રીતે કામ કરે છે
એપ ડાઉનલોડ કર્યા પછી, તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે તમારા એટીએમને મેસેજ દ્વારા પણ ઓન-ઓફ કરાવી શકો છો. મેસેજ દ્વારા ઓન-ઓફ કરાવવા માટે તમારે 09223588888 પર એસએમએસ મોકલવો પડશે. આ મેસેજ મોકલવા માટે પણ એક ફોર્મેટ છે. એટીએમ ટ્રાન્જેક્શન સ્વીચ ઓન કરવા માટે તમારે SWONATM કાર્ડના છેલ્લા 4 નંબર્સ નાખી 09223588888 પર મેસેજ મોકલવો પડશે. તમારે સ્વીચ ઑફ કરવા માટે SWOFFATM< space> કાર્ડના અંતિમ 4 ડિજિટની સાથે મેસેજ મોકલવો પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
