એસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદ
અચાનક આવેલી કુદરતી આપત્તિથી કેરળની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે થયેલા વિનાશ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2 કરોડની સહાય આપવાની ઓફર કરી છે.
અચાનક આવેલી કુદરતી આપત્તિથી કેરળની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે થયેલા વિનાશ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2 કરોડની સહાય આપવાની ઓફર કરી છે. સ્ટેટ બેંકે પોતાના 2.7 લાખ કર્મચારીઓને પણ મુખ્યમંત્રીના આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી છે.તેમણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ વિનાશક પૂરથી 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 324 લોકો મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં પૂર અને વરસાદને લીધે લાખો હેકટર પાક નાશ પામ્યાં છે અને આંતરમાળખાકીય રીતે ભારે નુકસાન થયું છે. રાજ્યમાં કુલ 8 હજાર કરોડ રૂપિયાના નુકશાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
એનડીઆરએફ ઉપરાંત, આર્મી, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓએ પૂરથી ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં છતમાં, ઉંચા સ્થાનો પર ફસાઈ ગયેલા લોકોને ત્યાંથી કાઢવાની શરૂઆત કરી છે. પર્વતીય વિસ્તારોમાં ખડકોના તૂટવાના કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે, જેના કારણે ત્યાંનો સંપર્ક તૂટી ગયો છે. તમને જણાવીએ કે ગામો એક ટાપુમાં ફેરવાઈ ગયા છે.
સ્ટેટ બેન્કે વધારી સુવિધાઓ
- જેઓ મુખ્યમંત્રી દુર્ઘટના રાહત ફંડને મદદ મોકલે છે તેમના માટે કોઈ ચાર્જ રહેશે નહીં. જો ચાર્જ ફી હશે તો તેને માફ કરવામાં આવશે.
- ખાતામાં ઓછામાં ઓછી રકમ રાખવાની શરત પણ હમણાં દૂર કરવામાં આવી છે, જો દંડ લેવામાં આવ્યો હોય તો તેને માફ કરવામાં આવશે.
- એક મહિના માટે ગ્રાહકોએ એક્સપ્રેસ ક્રેડિટની સુવિધા વધારવામાં આવી છે.
- રાજ્યમાં દરેક જગ્યાએ પોઇન્ટ-ઓફ-સેલ બનાવ્યા જેથી દૈનિક રૂ. 2000 મેળવી શકાય.
- ગ્રાહકો કે જેમનો વ્યક્તિગત દસ્તાવેજો ખોવાઈ ગયા છે તેઓ પોતાનો ફોટો અને હસ્તાક્ષરો અથવા અંગૂઠા લઇ તેમના એકાઉન્ટ ખોલી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
