Gold Hallmark : બદલાયા સોના ખરીદ-વેચાણ સંબંધિત નિયમો, જાણો નવો ગોલ્ડ હોલમાર્ક
Gold Hallmark : એક એપ્રિલથી ઘણા નિયમો બદલાઇ થઇ ગયા છે. જેમાં સોનાની ખરીદ અને વેચાણ સાથે જોડાયેલા નિયમ પણ સામેલ છે. નવા નિયમો બાદ વગર હોલમાર્કવાળા કોઇપણ ઘરેણા બજારમાં વેચી શકાશે નહીં.
આ સાથે 1 એપ્રિલથી 6 અંકોવાળા હોલમાર્ક નિયમ પણ લાગૂ થઇ શકે છે. આ અહેવાલમાં જાણીશું કે, નવા નિયમની લોકો પર શું અસર થશે?

હોલમાર્ક વિના નહીં મળે સોનું
નવા નિયમ બાદ કોઈપણ દુકાનદાર હોલમાર્ક વગર સોનું વેચી શકશે નહીં. આમ કરવા બદલ તેને દંડ થઈ શકે છે. હોલમાર્ક એઆલ્ફાન્યુમેરિક કોડ છે, જે જ્વેલરીના દરેક ભાગ માટે અલગ હોય છે.

સામાન્ય લોકોને શું ફાયદો થશે?
આનાથી લોકો સાથે છેતરપિંડી કે ધોખાધડી થવાની શક્યતા ઘટી જશે. હોલમાર્ક સાથે લખવામાં આવશે કે, જ્વેલરીમાં કેટલા કેરેટ સોનુંસામેલ છે. આ યુનિક કોડ દ્વારા જ્વેલરીને ટ્રેસ કરવામાં સરળતા રહેશે.

નવા હોલમાર્ક
છ આંકડાનો હોલમાર્ક નંબર 2021માં સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. ત્યારથી બજારમાં જૂના અને નવા બંને હોલમાર્ક ચાલતા હતા.નવા હોલમાર્કને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કારણ કે, તે જૂના કરતાં વધુ સુરક્ષિત છે.

સોનાના બિસ્કિટ અને સિક્કા પર લાગુ થશે
માત્ર સોનાના દાગીના પર જ નહીં, સોનાના બિસ્કિટ અને સિક્કા માટે પણ નવો હોલમાર્ક જાહેર કરવામાં આવશે. નવા હોલમાર્કનો હેતુસોનાની અધિકૃતતા દર્શાવવાનો છે.

જૂના સોનાનું શું થશે?
જો તમારી પાસે જૂનું સોનું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગ્રાહકો જૂની હોલમાર્કવાળીજ્વેલરી સરળતાથી વેચી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
