શું ખરેખર 500 વાળી 88 હજાર કરોડની નોટ ગાયબ થઇ ગઈ? રિઝર્વ બેંકે કર્યો ખુલાસો
પાછલા દિવસોમાં એક રિપોર્ટમાં દાવો કરાયો કે 88032.5 કરોડ રૂપિયાના મૂલ્યની 500 રૂપિયાની નોટ રહસ્યમય રીતે દેશી ઈકોનોમીથી ગાયબ થઇ ગઇ છે. હવે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આ રિપોર્ટ ફગાવી દીધો છે. રિપોર્ટ મુજબ માહિતી અધિકાર અંતર્ગત એક જવાબથી માલૂમ પડ્યું કે નાસિકના કરન્સી નોટ પ્રેસ દ્વારા નવી ડિઝાઈન સાથે 500 રૂપિયાની 375.450 મિલિયન નોટ છાપવામાં આવી હતી.
રિપોર્ટમાં દાવો કરાયો કે આરબીઆઇના રેકોર્ડથી માલૂમ પડે છે કે એપ્રિલ 2015 અને ડિસેમ્બર 2016 વચ્ચે કેન્દ્રીય બેંકોને માત્ર 345 મિલિયન પ્રિન્ટેડ નોટ જ પ્રાપ્ત થયા હતા. આ મામલે રિઝર્વ બેંકે પોતાનો રિપોર્ટ આપતા કહ્યું કે સૂચનાની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે.

આરબીઆઇએ કહ્યું કે રિઝર્વ બેંક પાસે પ્રિંટિંગ પ્રેસથી આરબીઆઈને સપ્લાય કરવામાં આવેલ તમામ બેંક નોટનો બરાબર હિસાબ છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે 500 રૂપિયાની બેંકનોટ ગાયબ થઇ ગઇ છે. પરંતુ આ સાચું નથી. રિઝર્વ બેંકે કહ્યું કે આ રિપોર્ટ માહિતીના અધિકાર અધિનિયમ, 2005 અંતર્ગત પ્રિંટિંગ પ્રેસોથી એકત્ર કરેલી જાણકારીની ખોટી વ્યાખ્યા પર આધારિત છે.લ
કેન્દ્રીય બેંકે કહ્યું કે, પ્રિંટિંગ પ્રેસથી આરબીઆઇને સપ્લાય કરેલી તમામ બેંક નોટનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે. રિઝર્વ બેંકે કહ્યું કે નોટની છાપણી, સ્ટોરેજ અને વિતરણની દેખરેખ માટે પ્રોટોકોલ સહિત પ્રેસમાં છપાયેલ અને સપ્લાય કરાયેલ બેંક નોટનો હિસાબ મેળવવા માટે તેમની પાસે મજબૂત સિસ્ટમ ઉપલબ્ધ છે. માટે લોકોને આવા મામલામાં રિઝર્વ બેંક દ્વારા સમયે-સમયે પ્રકાશિત થતી સૂચનાઓ પર ભરોસો રાખવાનો અનુરોધ છે.
આરટીઆઇ રિપોર્ટમાં દાવો કરવામમાં આવ્યો હતો કે 88032.50 કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ છે. 500 રૂપિયાના 8810.65 મિલિયન નવી નોટ જાહેર કરવામમાં આવી હતી. RTI મુજબ રિઝર્વ બેંકે 7260 મિલિયન નોટ જ પ્રાપ્ત કરી. આંકડાઓ મુજબ 1760.65 મિલિયન નોટ ભારતીય ઈકોનોમીથી ગાયબ છે, જેની કિંમત 88032.50 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે ભારત પાસે ત્રણ યૂનિટ છે, જ્યાં નોટની છાપણી થાય છે.
નાસિક સ્થિત પ્રિંટિંગ પ્રેસથી 2016-17 દરમિયાન 1662 મિલિયન નોટ રિઝર્વ બેંકને મોકલવામાં આવી હતી. બેંગ્લોર યૂનિટથી 5195.65 અને દેવાસથી 1953 મિલિયન નોટ રિઝર્વ બેંકને સપ્લાય કરવામમાં આવી હતી. ત્રણેયને મળાવી 8810.65 મિલિયન નોટ થઇ. જેમાંથઈ માત્ર 7260 મિલિયન નોટ જ રિઝ્વ બેંકને મળી હતી. પરંતુ રિઝર્વ બેંકે નોટ ગાયબ થઇ હોવાના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કહ્યું કે તેમની પાસે તમામ નોટનો પૂરો હિસાબ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
