રિલાયન્સ જિયો સુપર એપ લાવશે, જાણો વધુ
રિલાયન્સ જીયો એક સુપર એપ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જે 100 સર્વિસિઝને એક જ પ્લેટફોર્મ પર લાવશે.
રિલાયન્સ જીયો એક સુપર એપ લાવવાની તૈયારી કરી રહ્યું છે. જે 100 સર્વિસિઝને એક જ પ્લેટફોર્મ પર લાવશે. જી હાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેસ અંબાણી દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન ટુ ઓફલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કરવા તૈયાર છે. આ પ્લેટફોર્મ એમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટને ઝટકો આપી શકે છે. રિલાયન્સ જીયો એક સુપર એપ પર કામ કરી રહ્યું છે. રિલાયન્સ જિયોની આ સુપર એક એક પ્લેટફોર્મ પર 100થી વધુ સર્વિસિઝને એક સાથે આપશે.
આ પણ વાંચો: Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો, Airtel ખુબ પાછળ

જીયોના સબસ્ક્રાઈબર્સ છે 30 કરોડથી વધુ
હાલ રિલાયન્સના ભારતમાં 30 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. એટલે કે જિયો 30 કરોડથી વધુ લોકોને સર્વિસ આપી રહ્યું છે. તેના ડેટા અને વોઈસ ટ્રાફિકમાં શાનદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સુપર એપ લોન્ચ કર્યા બાદ રિલાયન્સ ભારતનું વીચેટ બનવાની પોઝિશનમાં આવી જશે. સ્નેપડીલ, પેટીએમ, ફ્રીચાર્જ, ફ્લિપકાર્ટ અને હાઈક ત્યાં સુધી નથી પહોંચી શક્યા.

ઈ-કોમર્સ, ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટસની સુવિધા
જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રુપના હેડ પ્રભુ રામના કહેવા પ્રમાણે જિયો ડિવાઈસિસ દરેક જગ્યાએ હોવાથી રિલાયન્સ પાવરફુલ સ્થિતિમાં છે. તે પોતાના યુઝર્સને બહોળી ઈકોસિસ્ટમના એક મલ્ટી લેયર્ટ ફેબ્રિકથી કનેક્ટ કરે છે. અને એક વન સ્ટોપ સુપર એપ દ્વારા એક સાથે અનેક સર્વિસ ઓફર કરવાની સાથે ઓનલાઈન ટુ ઓફલાઈન પણ કનેક્ટ થઈ શકે છે.
રિલાયન્સ જિયોન સુપર એપ એક જ પ્લેટફોર્મ પર ઈ કોમર્સ, ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટ્સની સુવિધા આપશે. તેમણે એ પણ માહિતી આપી કે ભારત હવે મોબાઈલ ફર્સ્ટ નેશન બની ચૂક્યો છે, ત્યારે ગ્રાહકોને તમામ સુવિધા એક જ જગ્યાએ મળે તેવી એપ પસંદ આવશે.

બદલાશે 3 કરોડ વેપારીઓનુ જીવન
રિલાયન્સ જીયો પાસે હવે કન્વર્ઝેબલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેયર, એક વર્નાક્યુલર વોઈસ ટેક લેયર અને એક AI પર આધારિત એજ્યુકેશન લેયર છે. રામનું કહેવું છે કે,'જિયો ડિવાઈસિઝના નેટવર્કની સાથે આ તમામ ચીજો રિલાયન્સને ભારતનું વીચેટ બનાવવામાં મદદગાર બનશે.'
ભારતના ઝડપથી વિક્સી રહેલું ઈ કોમર્સ માર્કેટ 2021 સુધી 84 અરબ ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે. 2017માં તે 24 અરબ ડૉલરના સ્તર પર હતું. આ વાત ડેલોઈટ ઈન્ડિયા અને રિટેલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત રિપોર્ટમાં કહેવામાં આવી છે. મુકેશ અંબાણીના કહેવા પ્રમાણે આ નવું પ્લેટફોર્મ દેશના લગભગ 3 કરોડ વેપારીઓની જિંદગી બદલી નાખશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
