Reliance jio ની મોટી ભેટ, કંઈક પણ કર્યા વગર મળશે, એક વર્ષ સુધીનો ફાયદો
રિલાયન્સ જિયો પ્રાઇમ મેમ્બરશીપની યોજના ચલાવે છે. આ યોજનાને દર વર્ષે રીન્યુ કરવી પડે છે, પરંતુ આ વખતે રિલાયન્સ જિયોએ પ્રાઇમ મેમ્બરશિપ ઑટો રીન્યુ કરી દીધી છે.
રિલાયન્સ જિયો પ્રાઇમ મેમ્બરશીપની યોજના ચલાવે છે. આ યોજનાને દર વર્ષે રીન્યુ કરવી પડે છે, પરંતુ આ વખતે રિલાયન્સ જિયોએ પ્રાઇમ મેમ્બરશિપ ઑટો રીન્યુ કરી દીધી છે. એટલે કે રિલાયન્સ જિયોના ગ્રાહકોને એક વર્ષ માટે પ્રાઇમ મેમ્બરશિપના લાભો ફ્રીમાં મળતા રહેશે. પ્રાઇમ મેમ્બરશીપ હેઠળ, ગ્રાહકોને રિલાયન્સ જીયો એપનો ઍક્સેસ મળે છે, જેમાંથી ઘણા બધા લાભો લઇ શકાય છે.
આ પણ વાંચો: Airtel: રીચાર્જ કરાવો અને 4 લાખ રૂપિયાનો વીમો Free માં મેળવો

રિલાયન્સ જિયો સતત ધમાકો કરી રહી છે
જ્યારથી રિલાયન્સ જિયો લોન્ચ થયું છે ત્યારથી ધમાકો કરી રહી છે. શરૂઆતમાં, એક વર્ષ કરતા વધુ સમય માટે, લોકોને કૉલથી લઈને ડેટા ફ્રીમાં આપવામાં આવ્યાં હતાં. તે પછીથી, દેશમાં સસ્તા ડેટા, ફ્રી કૉલિંગ અને એસએમએસનો સમય આવી ગયો. હવે, એરટેલ અને વોડાફોન સહિતની અન્ય કંપનીઓ પણ રિલાયન્સ જિયોના નક્શેકદમ પર ચાલી રહી છે.

રિલાયન્સ જિયોની ફ્રી પ્રાઇમ મેમ્બરશિપ આ રીતે ચેક કરો
તમારી પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં રીન્યુ થઇ છે કે નહિ, આ માટે તમારે પહેલા માય જિયો પર જાવ. અહીં તમે ઉપર ડાબી બાજુએ હેમ્બર્ગર મેનૂ દેખાશે. તેમાં માય પ્લાન સેક્શનમાં જાઓ. અને આ ટેબમાં જીયો પ્રાઇમ મેમ્બરશિપનો વિકલ્પ દેખાશે. અહીં તમે ચેક કરી શકો છો કે કંપનીએ તમારી પ્રાઇમ મેમ્બરશિપને રીન્યુ કરી છે કે નહીં.

પ્રાઈમ મેમ્બરશિપ માટે આપવા પડે છે 99 રૂપિયા
રિલાયન્સ જિયો તેની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો પાસેથી ફી રૂપે 99 રૂપિયાનો ચાર્જ કરે છે. પરંતુ ઓટો રીન્યુને લીધે, ગ્રાહકોએ આ વખતે 99 રૂપિયા ચૂકવવાની જરૂર નથી. જો કે, ઓટો રીન્યૂઅલ ઓફર ફક્ત હાલના ગ્રાહકો માટે જ છે. જો તમે નવા ગ્રાહક છો, તો પ્રાઇમ મેમ્બરશિપ લેવા બદલ તમારે 99 રૂપિયા ચૂકવવા પડશે. રિલાયન્સ જિયો એક વર્ષ માટે 99 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરશિપ આપે છે. પરંતુ આ વખતે રિલાયન્સ જિયોએ પ્રાઇમ મેમ્બરશિપને ઑટો રીન્યુ કરી દીધી છે.

પ્રાઈમ મેમ્બરશિપમાં શું મળે છે
રિલાયન્સ જિઓ પ્રાઇમ મેમ્બરશીપ હેઠળ ગ્રાહકો ફ્રીમાં જીયો સિનેમા, જીયો મ્યુઝિક, અને જીયો ટીવી જેવા એપનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, પ્રાઇમ મેમ્બરશીપ પછી Jio KBC Play ને પણ ઍક્સેસ કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
