રિલાયન્સ કેપિટલ જાપાનની સુમીટોમો મિત્સુઇ સાથે મળીને ભારતમાં નવી બેંક ખોલશે
નવી દિલ્હી, 25 ડિસેમ્બર : અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલે બેંકિંગ ક્ષેત્રની પોતાની યોજના પર આગળ વધતા ગુરુવારે જાપાનની સુમિતોમો મિત્સુઇ ટ્રસ્ટ બેંક (એસએમટીબી)ને પોતાની સ્ટ્રેટેજી પાર્ટનર બનાવી છે. આ કરારથી સુમિતોમો મિત્સુઇ રિલાયન્સ સમૂહના પ્રસ્તાવિત બેંકિંગ સાહસ સહિત બંને વિવિધ વ્યવસાયોમાં સહયોગ આપશે.
જાપાનની સૌથી મોટી આર્થિક સંસ્થા, એસએમટીબીની કુલ મૂડી 1,800 અબજ ડોલર છે. બંને કંપનીઓ વચ્ચે વિસ્તૃત અને દીર્ધકાલીન રણનીકિત જોડાણની શરૂઆત તરીકે સુમિતોમો મિત્સુઇ ટ્રસ્ટ બેંક 371 કરોડ રૂપિયામાં રિલાયન્સ કેપિટલની 2.77 ટકા ભાગીદારી લેશે. તેમાં એક વર્ષનો લોક ઇન પિરિયડ રહેશે. આ રોકાણ પ્રતિ શેર રૂપિયા 530ની કિંમતે કરવામાં આવશે.

આ અંગે બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે 'રિલાયન્સ કેપિટલની સુમિતોમો મિ્સુઇ ટ્રસ્ટ બેંકના સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે સમર્થન આપીને તેઓ ભારતમાં એક નવી બેંક સ્થાપવા માંગે છે. રિઝર્વ બેંકની નીતિઓ જ્યારે પણ આ માટે પરવાનગી આપશે, બેંક સ્થાપિત કરવામાં આવશે. આ જોડાણ તેમના ગ્રાહકોને સમાધાન પ્રદાન કરવા માટે પણ સહયોગ આપશે. જેમાં ભારત અને જાપાનમાં વિલય અને અધિગ્રહણનો પણ સમાવેશ થાય છે.'
આ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીએ જણાવ્યું કે 'અમારું માનવું છે કે સુમિતોમો મિત્સુઇ ટ્રસ્ટ બેંક દરેક રીતે સમર્થન આપીને તથા તેના લાંબા અનુભવને આધારે ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બેંક નવી તકોનો ફાયદો ઉઠાવવા, તથા અમારા વર્તમાન વેપારનો વિસ્તાર કરવામાં પણ મદદ કરશે.'












Click it and Unblock the Notifications
