RBIએ KYC મુદ્દે ICICI બેંક અને બેંક ઓફ બરોડા પર પેનલ્ટી લગાવી
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેવાયસી (Know Your Customer - નો યોર કસ્ટમર)નાં ધોરણોના ઉલ્લંઘન બદલ ખાનગી ક્ષેત્રની એક ટોચની બેન્ક અને એક નેશનલાઇઝડ બેન્કને ભારે દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેન્કે ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીઆઇ બેન્કને 50 લાખ રૂપિયાનો અને રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડાને 25 લાખ રૂપિયાની પેનલ્ટી ભરવાનો આદેશ આપ્યો છે. આ બેન્કોએ એક કૌભાંડકારીને એક અગ્રણી સ્ટેચ્યુટરી બોડીના નામે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલવાની મંજુરી આપી હતી. આવા જ અન્ય કેસમાં રીઝર્વ બેન્કે એકિસસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અને સ્ટેટ બેન્ક ઓફ પતિયાલાને ચેતવણી પણ આપી છે.

રિઝર્વ બેન્કે બહાર પાડેલા એક નિવેદન મુજબ એક સત્તાવાર અને પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી એમના નામે આવો બોગસ બેન્ક એકાઉન્ટસ ખૂલ્યાં હોવાની ફરિયાદ મળી હતી. આ એકાઉન્ટ્સ ખોલવા માટે બેન્કના અધિકારીઓ સાથે સાઠગાંઠ થઇ હતી. રિઝર્વ બેન્કે આ કિસ્સાઓમાં કેવાયસી ધોરણો ઉપરાંત મની લોન્ડરીંગનાં ધોરણોના ભંગ બદલ કાર્યવાહી કરી છે.
રિઝર્વ બેન્કે આ મામલે ફરીયાદ મળતાં જ તપાસ શરૂ કરી હતી. જેમાં તેને બેન્કો તરફથી ગંભીર ક્ષતિઓ આદરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે રિઝર્વ બેન્કે આ તમામ બેન્કોને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસના જવાબમાં સંતોષકારક નહીં જણાતાં રિઝર્વ બેન્કે આમાંથી બે બેન્કોને નાણાકીય દંડ કર્યો છે. જયારે અન્ય ત્રણ બેન્કોના કિસ્સામાં એ સંજોગોને આધીન પોતે ભોગ બની હોવાનું જાણવામાં આવતાં તેમને માત્ર ચેતવણી આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
